આણંદના ખંભાતમાં થયેલા પથ્થરમારામાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્લીપર મોડ્યુલ હેઠળ ષડયંત્ર રચાયુ હતુ
આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના શોભાયાત્રા વખતે પથ્થરમારો થયો હતો. આણંદના ખંભાતમાં થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા થયા છે
આણંદઃ આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના શોભાયાત્રા વખતે પથ્થરમારો થયો હતો. આણંદના ખંભાતમાં થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. હિંસાનું ષડયંત્ર સ્લીપર મોડ્યુલ હેઠળ રચાયું હોવાનો ખુલાસો થયો છે. હિંસા પાછળ મુખ્ય 6 આરોપીની સંડોવણી બહાર આવી છે જેમાં 3 મૌલવીઓ પણ સમાવેશ થાય છે. આણંદ એસપી અજીત રાજીયાણે કહ્યું હતું કે શોભાયાત્રાની મંજૂરી બાદ જ હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચાયું હતુ. મસ્જિદ પાસે શોભાયાત્રા નીકળે, ત્યારે પથ્થરમારો કરવાનો પહેલાથી જ પ્લાન હતો. તપાસ એજંસીઓએ વિદેશી કનેક્શનની પણ આશંકા વ્યક્ત કરી હતી.
પથ્થરમારો કરવા માટે ત્રણ દિવસ સુધી બેઠકો પણ યોજાઈ હતી. ષડયંત્રને પાર પાડવા બહારથી લોકોને બોલાવાયા હતા. તપાસ એજંસીઓને ખંભાત હિંસામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શનની પણ આશંકા છે.
એસપી અજિત રાજીયાણે કહ્યું કે હિંસામાં 11 લોકો સામેલ હતા. આરોપી વિદેશમાં બેસેલા લોકો સાથે સંપર્કમાં હતા. આરોપીઓએ ત્રણ દિવસ સુધી બેઠક કરીને કાવતરું રચ્યું હતું. રઝાક નામના મૌલવીએ આ હિંસાનું કાવતરુ રચ્યું હતું. 11 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટનાના મુખ્ય સૂત્રધાર રઝાક હુસૈન ઉર્ફ મૌલવી આયૂબે અનેક લોકો સાથે મળીને આખી યોજના બનાવી હતી. જેમાં ત્રણ મૌલવી અને બે લોકો સામેલ હતા. પોલીસના મતે મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસિન આ કાવતરાના મુખ્ય સૂત્રધાર છે.રઝાક અયૂબ, હુસૈન હાશમશા દીવાન પણ આ કાવતરાનો ભાગ હતા.
કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, પારો 44 ડિગ્રીએ પહોંચવાની કરવામાં આવી આગાહી
EPFOએ આપ્યા સારા સમાચાર! હવે ઘરે બેઠા થશે આ મહત્વપૂર્ણ કામ, કરોડો ખાતાધારકોને મળશે ફાયદો
COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન
અમદાવાદની સ્કૂલમાં ફરી થઈ કોરોનાની એન્ટ્રી, ધોરણ 2ના વિદ્યાર્થીને લાગ્યો ચેપ