શોધખોળ કરો

Bhavnagar: જીલ્લા સહકારી મંડળીમાં ઓડીટર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું બાઈક સાથે નદીમાં તણાતા મોત

ભાવનગર: વલભીપુર નજીક આવેલ નસિતપર ગામમાં આવેલ પાડલિયો નદીમાં પૂર આવ્યું છે. જે બાદ પાડલિયો નદીના ધસમસતા પ્રવાહમાં 52 વર્ષીય આધેડ તણાયા હોવાની માહિતી સામે આવી છે. પાડલિયો પરના પુલ ક્રોસ કરતા બાઇક સાથે 52 વર્ષીય આધેડ તણાયા હતા.

ભાવનગર: વલભીપુર નજીક આવેલ નસિતપર ગામમાં આવેલ પાડલિયો નદીમાં પૂર આવ્યું છે. જે બાદ પાડલિયો નદીના ધસમસતા પ્રવાહમાં 52 વર્ષીય આધેડ તણાયા હોવાની માહિતી સામે આવી છે. પાડલિયો પરના પુલ ક્રોસ કરતા બાઇક સાથે 52 વર્ષીય આધેડ તણાયા હતા. રામદેવસીહ શાંતુભા સરવૈયા નામના આધેડ નદી પાર કરતી વેળાએ પોતાની બાઇક સાથે તણાયા હતા. આધેડની શોધખોળ બાદ  રામદેવસીહ શાંતુભા સરવૈયા નામ આધેડનો મૃતદેહ મળ્યો હતો. રામદેવસીહ શાંતુભા સરવૈયા મુળ હાથસણી ગામના રહેવાસી છે અને જીલ્લા સહકારી મંડળી ઓડીટર તરીકેની ફરજ બજાવે છે.

પોતાની જ વાડીના કુવામાં ઝંપલાવી યુવકે કરી આત્મહત્યા

ગોંડલના શીવરાજગઢ ગામે યુવકે પોતાની જ વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. મિત્રને ફોન કરીને મનીષ બાબુભાઈ ગાજીપરા નામના યુવકે "હું આત્મહત્યા કરુ છુ"કહીને કૂવામાં ઝંપલાવ્યું હતું. મૃતક મનિષની ઉંમર 38 વર્ષની હતી. મૃતક યુવકે કૂવામાં ઝંપલાવ્યા પહેલા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ વિગતો સામે આવી છે. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે 95 ફૂટ ઉંડા કૂવામાંથી યુવકનો મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતક યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. હાલમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. જો કે સાચી હકિકત પોલીસ તપાસ બાદ સામે આવશે.

જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ડૂબી જતા 2 વર્ષના બાળકનું મોત

રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ ભારે વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમા રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે આજે એક દૂર્ઘટના ઘટતા અરેરાટી મચી જવા પામી છે. દામોદર કુંડમાં બે વર્ષનું બાળક પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બાળકના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો હતો. બાળકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠા વિસ્તારમાં આજે મેઘમહેર જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ઘણા દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. 4 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થયું છે. દિવસ બાદ સાંજે અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget