Bhavnagar: ભાજપના નગરસેવકના પુત્રની દાદાગીરી, ઝઘડા બાદ જીવલેણ હુમલો કર્યો અને હથિયાર લઇને સાગરિતો સાથે હોસ્પિટલ પહોંચ્યો
Bhavnagar News: હુમલામાં ઇજાગ્રસ્ત ભરતભાઈ આહીરને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Bhavnagar News: ભાવનગર શહેરમાં ભાજપના નગરસેવકના પુત્ર અને અન્ય શખ્સોએ મળીને એક વ્યક્તિ પર હુમલાનો આરોપ લાગ્યો છે. શહેરના કુંભારવાડામાં અમર સોસાયટી વિસ્તારનો બનાવ છે. હુમલામાં ઇજાગ્રસ્ત ભરતભાઈ આહીરને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભાજપના નગરસેવકના પુત્ર દ્વારા ફોન કરીને યુવકને બોલાવ્યા હતા અને ત્યારબાદ ઝગડો થતા તેમના પર જીવલેણ હુમલો કરીને માર માર્યોનો આરોપ છે. એટલું જ નહીં હુમલો કરનાર શખ્સો હથિયારો સાથે ફરી સરકારી હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. જેને લઈ ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ મુદ્દે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ હતી.
ભાવનગરના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા આધેડ ગામમાં આવેલી પોતાની વાડીએ ગઈકાલે બપોરના સમયે ગયા હતા.સાંજના સમય સુધી વાડીએ જ હતા દરમિયાનમાં અજાણ્યા શખ્સે માથા તથા મોઢા ભાગે તીક્ષણ હથિયારના ધા જીકી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટયો હતો દરમ્યાનમાં આધેડને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા ઘેલુભા કરણુભા ગોહિલએ ગઢડા પોલીસમાં મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ઘેલુભા ચાર ભાઈઓમાં સૌથી મોટા છે અને ત્રીજા નંબરના ભાઈ નીતુભા કરણુભા ગોહિલની વાડી ઈશ્વરીયા ગામના ભંડાર સીમ તરીકે ઓળખાતી જગ્યા પર આવેલી છે. દરમિયાનમાં નીતુભા ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં તેમના ઘરેથી નીકળી ગામમાં થઈને તેની વાડીએ ગયા હતા. અને સાંજના પાંચ વાગ્યા સુધી વાડીમાં જ હતા. તે દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સે વાડીની ઓરડીએ નીતુભા ને માથાના પાછળના ભાગે તથા ચહેરા ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ કરી કરી હતી. દરમિયાનમાં મોટાભાઈ ને જાણ થતા તુરત જ વાડીની ઓરડીમાં પહોંચ્યા હતા. અને ઇજાગ્રસ્ત નીતુભાને ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે નીતુભાને મૃત જાહેર કર્યા હતા.
ભાવનગરના તળાજાના તરસરા ગામે રહેતા ત્રણ યુવાનો સાંકડાસરના પાટીયા પાસે સેન્ટીંગની કામગીરી પૂર્ણ કરી મોટર સાયકલ પર ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સાંકડા સરના પાટિયા પાસે આવેલ નાળા પાસે બોલેરો પીકઅપ વાહન એ લીધા હતા મોટર સાયકલ પર જઈ રહેલા ત્રણેય યુવાનોને ઈજા ગ્રસ્ત હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વેજલપુર પોલીસ સ્ટેશનના PIને પોલીસ કમિશ્નરે કેમ કર્યા સસ્પેન્ડ? જાણો શું છે મામલો