શોધખોળ કરો

Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ

ભાવનગર જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગર: ભાવનગર જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  તળાજા, મહુવા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.  તળાજાના સાંગાણા, પસવી, પાવઠી, બોરડા, બેલા સહીતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. મહુવાના બગદાણા, ઠલીયા, ઠાડચ સહિતના ગ્રામ્ય વિસ્તરોમા પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.

બરવાળામાં ધોધમાર વરસાદ

બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  બરવાળા શહેરના ખારા વિસ્તાર, ઢોલરીયા પરા, કુંડલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બરવાળા તાલુકાના કુંડલ, વહીયા, રોજિંદ, કાપડીયાળી, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ કરેલા અલગ-અલગ પાકને નવુ જીવનદાન મળશે.

અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા

બે દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સવારથી ભારે બફારા બાદ સાવરકુંડલા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  સારા વરસાદને પગલે રોડ-રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા.  વડીયા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.  હનુમાન ખુજડીયા, ઢૂંઢીયા, પીપળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. 

ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા

ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 63.35 ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 56.32 ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 52 ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 

ચોમાસા દરમિયાન રાજ્યના 141 તાલુકામાં 251થી 500 મિમિ સુધી, 55 તાલુકામાં 501થી 1000 મિમિ તેમજ 18 તાલુકામાં 1000 મિમિથી વધુ એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24  કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અને વાપી તાલુકામાં બે ઇંચ કરતા વધુ  વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Embed widget