શોધખોળ કરો

મોરારી બાપુના સમર્થનમાં આજે મહુવા બંધનું એલાન, પબુભા તલગાજરડા આવી બાપુ પાસે માફી માગે તેવી માંગ કરી

ભાવનગરનાં મહુવામાં સર્વસમાજનાં આગેવાનોની મળેલ બેઠકમાં દ્વારકાની ઘટનાને વખોડી કાલે મહુવા સજજડ બંધના એલાનની જાહેરાત કરાઇ છે.

અમદાવાદઃ ગુરુવારે ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીષ ઝુકાવવા અને કૃષ્ણ વિશે કરેલા નિવેદનની માફી માંગવા પહોંચેલા જાણીતા કથાકાર મોરારીબાપુ ઉપર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય એવા પબુભા માણેકે કરેલા હુમલાની નીંદનીય ઘટનાના ઠેર ઠેર ઘેર પ્રત્યાઘાતો પડયા છે. જેમાં ઠેર ઠેર સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી પબુભા માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. તો જામનગર આહીર સમાજે પણ ઘટનાને વખોડી કાઢી હતી તો આજે મહુવા બંધનું એલાન અપાયું છે. ભાવનગરનાં મહુવામાં સર્વસમાજનાં આગેવાનોની મળેલ બેઠકમાં દ્વારકાની ઘટનાને વખોડી કાલે મહુવા સજજડ બંધના એલાનની જાહેરાત કરાઇ છે. અને પબુભા માણેક તલગાજરડા આવી મોરારીબાપુની માફી માંગે તેવી માંગ કરાઇ છે. આજે સવારે 10 કરલાકે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. લોકોએ પબુભા માણેક તલગાજરડા આવી બાપુ પાસે માંફી માંગે તેવી માંગ કરી છે. ગઇકાલે મહુવામાં યોજાયેલી બેઠક બાદ મહુવા બંધની જાહેરાત કરવામાં આવી હતી. બેઠક માં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, ભાજપ, કોંગ્રેસ ના કાર્યકરો તેમજ હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજ ના આગેવાનો  તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મહુવાના તમામ સમાજનાં અગ્રણીઓની બેઠક ક્રિષ્ના કોમ્યુનીટી હોલ ખાતે મળી હતી. જેમાં દ્વારકામાં બનાવને સરકાર દ્વારા સખત પગલા ભરવાની માંગ સાથે તા.20ને શનિવારે મહુવા સજજડ બંધનું એલાન આપવામાં આવે તેમજ સવારે 10 વાગે મહુવા ગાંધીબાગ પાસેથી વિશાળ મૌન રેલી યોજાશે. આ પહેલા જગવિખ્યાત પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ દ્વારકામાં માફી માગવા ગયા ત્યારે પબુભા માણેક દ્વારકા જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તેના વિરોધમાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ભક્તિ બાપુ અને બહેનોએ ધૂન બોલાવી એક અનોખો વિરોધ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Bhavnagar Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઈંચ અને ભાવનગરમાં 4.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઈંચ અને ભાવનગરમાં 4.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
Embed widget