BHAVNAGAR: ભાવનગરમાં વીજ કરંટ લાગતા માતા-પુત્રના મોત, પરિવારના પીજીવીસીએલ પર ગંભીર આરોપ
ભાવનગર: શહેરના ભરતનગર યોગેશ્વર સોસાયટીમાં પીજીવીસીએલ ની બેદરકારીના કારણે માતા-પુત્રને શોક લાગતા મોત નીપજ્યું હોવાનો મામલો ઉર્જા મંત્રી પાસે પહોંચ્યો તેમને તપાસ માટે ખાત્રી આપી છે.
ભાવનગર: શહેરના ભરતનગર યોગેશ્વર સોસાયટીમાં પીજીવીસીએલ ની બેદરકારીના કારણે માતા-પુત્રને શોક લાગતા મોત નીપજ્યું હોવાનો મામલો ઉર્જા મંત્રી પાસે પહોંચ્યો તેમને તપાસ માટે ખાત્રી આપી છે. બનાવવામાં દાદર પર પ્રથમ માતાને શોક લાગતા તેમને બચાવવા માટે પુત્ર ગયો અને બંનેનું મોત થયું હતું. ઈલેક્ટ્રીક શોક લાગતો હોવાની 15 દિવસ પહેલા પીજીવીસીએલને ફરિયાદ કરી હતી પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓ આવીને આંટા ફેરા કરીને જતા રહ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે.
ભાવનગર શહેરના ભરતનગર યોગેશ્વર સોસાયટીમાં રાત્રિના સમયે કરુણાંતીકા બનાવ બન્યો હતો. જેમાં યોગેશ્વર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અમરીબેન પરમાર પોતાના ઘર પર દાદર નીચે ઉતરી રહ્યા હતા એ દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો જેને બચાવવા માટે તેમનો પુત્ર પ્રવીણભાઈ પરમાર દાદર પર પહોંચતા તેમને પણ શોક લાગી જતા બંનેને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને માતા પુત્રને મૃત જાહેર કર્યા હતા. pgvcl ની ઘોર બેદરકારીને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
ગતરાત્રિના બનાવ બનતા જ ભાવનગર પીજીવીસીએલના અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા પ્રવીણભાઈ પરમાર જેમને શોક લાગવાથી મૃત્યુ થયું છે તેમને બે દીકરી પણ હતી એક આઠ વર્ષ અને એક પાંચ વર્ષની દીકરીએ પિતાનું મોત નીપજતા માસુમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ માટે જવાબદાર પીજીવીસીએલની લાપરવાહીને ઠેરવવામાં આવી છે, જોકે આ સમગ્ર મામલે માતા-પુત્રના મોત બાદ pgvcl ના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને ઘર પર પહોંચીને ઇન્વિસ્ટીગેશન પોલીસ સાથે શરૂ કર્યું હતું ત્યારે સવાલ એ વાતનો છે કે જ્યારે પણ કોઈ જીવ ગુમાવે ત્યાર બાદ જ શા માટે કાર્યવાહી કરવામાં આવે છે અગાઉ કેમ નહીં.
યોગેશ્વર સોસાયટીમાં ઠેર ઠેર જગ્યાએ વીજ વાયરો લટકાયેલા જોવા મળી રહ્યા છે તેમ છતાં પણ અધિકારીઓ પોતાનો બચાવ કરીને છટકી રહ્યા છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આ વિસ્તારમાં અન્ય લોકોના જીવ જશે તે નક્કી છે, પીજીવીસીએલના ડિવિઝન અધિકારીને એબીપી અસ્મિતા દ્વારા લાપરવાહી અંગે પૂછતા તેમણે ગેરકાયદેસર બાંધકામનું બહાનું આગળ ધરી દીધું હતું. મૃતકના પરિવારજનો દ્વારા પીજીવીસીએલ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો...
India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 215 કરોડને પાર, જાણો આજે કેટલા નોંધાયા કેસ
Anand: આણંદમાં મહિલાએ બર્થ ડે પર રિસોર્ટ ભાડે રાખીને યોજી પાર્ટી, પોલીસને જોતાં જ....
અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસની રેડ, કેજરીવાલે ટ્વીટ કરી શું કરી મોટી વાત
Ahmedabad: શું અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફીસ પર પોલીસે કરી રેડ? પોલીસ અને આપે નેતા આમનેસામને