શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  શહેરના અનેક વિસ્તારમાં હળવા વરસાદી  ઝાપટા વરસ્યા છે.

ભાવનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  શહેરના અનેક વિસ્તારમાં હળવા વરસાદી  ઝાપટા વરસ્યા છે. શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો બોરતળાવ, ચિત્રા, નારી ચોકડી, નીલમબાગ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  

ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો વરસાદી માહોલ

આ સાથે જ નજીકના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો નારી ગામ, કમળેજ, કરદેજ, નેસડા, ભોજપરા સહિતનાં ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  આ પહેલા વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો બરબાદ થયા છે તેવામાં હજુ પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મૂકાયા છે. કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.

કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો 

કચ્છ જિલ્લામાં પણ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભચાઉ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા અને અબડાસામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે.  ભચાઉ અને ગાંધીધામ હાઈવે પર પવન સાથ વરસાદ વરસ્યો છે. અંજારમાં પણ ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા છે. અબડાસા અને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર કમોસમી વરસાદ વરસ્યો છે.  નખત્રાણાના રસલીયા, તો અબડાસાના નાની વમોટી ગામે વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા.  કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક બગડ્યો છે. 

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget