Bhavnagar: ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો, લોકોમાં ભારે રોષ
ભાવનગર: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવવાથી અનેક લોકોના મોત થયા છે. આ અંગે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યાવાહી કરવામાં નથી આવી રહી.
ભાવનગર: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવવાથી અનેક લોકોના મોત થયા છે. આ અંગે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યાવાહી કરવામાં નથી આવી રહી. હવે ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. ગારીયાધાર તાલુકામા ખુટિયાઓ મોતનું કારણ બન્યા છે.
ગારીયાધારમા મકવાણા ભાવેશ બાબુભાઇ નામના યુવકનું અવસાન થયું છે. નોંધાણવદર ગામેથી આવતા ધોળા કુવા પાસે ખુંટીયાએ અડફેટે લેતા યુવકનુ મોત થયું છે. અકસ્માત બાદ ગારીયાધાર હોસ્પિટલ ખાતે યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે ઈજા વધારે ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ભાવનગર સિવિલ ખાતે ખસેડાયો હતોય જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને મૃત ઘોષિત કરાયો હતો. ભાવનગર જિલ્લામાં વારંવાર રખડતા ઢોરના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. જો કે સત્તાધીશો હજુ પણ આંખ આડા કાન કરી તમાશો જોતા હોય તેવું લાગી રહ્યું છે.
શાપર -વેરાવળમાં આખલાએ અડફેટે લેતા 70 વર્ષીય વૃદ્ધા લોહીલુહાણ
સમગ્ર રાજકોટ જિલ્લામાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે શાપર -વેરાવળમાં ઢોરના ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શાપર નજીક આવેલા શાંતિધામ વિસ્તારમાં એક વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા હતાં. ઢોરના કારણે ઇજા પામેલા વૃદ્ધા નું નામ જીવીબેન મકવાણા હોવાનું સામે આવ્યું છે.
70 વર્ષીય આ વૃદ્ધા આપવી જણાવતા કહ્યું હતું કે જ્યારે તેઓને આખલાએ અડફેટે લીધા ત્યારે ઊંચા ઉછાળ્યા હતા આ સમયે તેઓને ભારે ડર લાગી ગયો હતો. આ વૃદ્ધાએ પોતાનો જીવ બચાવવા બુમાબુમ પણ કરી હતી આ જીવીબેન મકવાણા નામના વૃદ્ધાને બચાવવા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે આ વૃદ્ધા મહિલાને છોડાવ્યા હતા.
જીવીબેનના પુત્ર એ જણાવ્યું હતું કે તેમને અન્ય લોકોએ જ્યારે તેમના માતુશ્રી ઘાયલ હોવાની જાણ કરી ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જઈને જોયું તો તેમના માતા લોહીલુહાણ હાલતમાં હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ફોન કરીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વૃદ્ધ મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મોઢાના ભાગે પણ ઇજાઓ થઇ હતી. મહિલાના અન્ય સંબંધીઓએ કહ્યું હતું કે શાપર અને વેરાવળમાં પશુઓનો બહુ વધારે ત્રાસ છે. ત્યાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો