મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનના કારણે મોટી દુર્ઘટના, 30 પરિવાર ફસાયાની આશંકા, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખનના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 30 પરિવારો ચટ્ટાન અને માટીમાં ફસાયાની આશંકા છે. 5ના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મુંબઇ:મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખનના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 30 પરિવારો ચટ્ટાન અને માટીમાં ફસાયાની આશંકા છે. 5ના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મહારાષ્ટ્રમાં રાયગઢ પાસે ભૂસ્ખલનની ઘટનાના કારણે મોટી દર્ઘટના સર્જાઇ છે. અહીં પથ્થરો અને માટી નીચે 30 પરિવારના લોકો દટાયા હોવાની આશંકા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 75 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ઘટના રાજગઢના ખાલાપુરમાં બની છે.
આ અકસ્માત બુધવારે મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. આવી સ્થિતિમાં, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે ઘરો આ ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા તેમાં લોકો તે સમયે મોજૂદ હોવા જોઇએ કારણ કે મોટી સંખ્યામાં લોકો હજુ ચટ્ટાન નીચે દટાયેલા છે.
આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે, આવી સ્થિતિમાં વરસાદને ખડક ખસવાનું કારણ માનવામાં આવે છે. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે NDRFની ટીમને રાહત અને બચાવ કામગીરી કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ખાલાપુરમાં ઘટનાસ્થળની નજીક પહોંચ્યા અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. અમે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતે કાટમાળ નીચે દટાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવામાં આવે. ઇરસલવાડી મુશ્કેલ પ્રદેશમાં ટેકરીની ટોચ પર આવેલું છે. ત્યાં પહોંચવાનો કોઈ ચોક્કસ રસ્તો નથી. લગભગ 1 કિલોમીટર ચાલવું પડે છે. NDRF, નવી મુંબઈ ફાયર બ્રિગેડ અને પોલીસ પગપાળા ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગારી શરૂ કરીહતી. રાત્રે ચઢાણ દરમિયાન ફાયર બ્રિગેડના એક જવાનનું મોત થયાના સમાચાર પણ છે. જ્યારે લોકો રાત્રે પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા, ત્યારે ઘણા ઘરો ખડકોની લપેટમાં આવી ગયા હોવાથી મોટી દર્ઘટના સર્જાઇ છે.
આ પણ વાંચો
ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ
શેરબજારમાં સતત પાંચ દિવસની તેજીને લાગી બ્રેક, સેન્સેક્સ-નિફ્ટીમાં સુસ્ત શરૂઆત, આઈટી સ્ટોકમાં કડાકો
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial