Breaking News Live: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન
Breaking News Updates, 20th February 2023: રવિવારે સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિવસેના પાર્ટીનું નામ અને તીર-ધનુષનું પ્રતીક ખરીદવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે.
LIVE
Background
Breaking News Updates, 20th February 2023: શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરિયાદના આધારે, પંચવટી પોલીસે સંજય રાઉત વિરુદ્ધ આઈપીસીની કલમ 500 હેઠળ એનસી (નોન-કોગ્નિસેબલ) નોંધી છે.
રવિવારે સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિવસેના પાર્ટીનું નામ અને તીર-ધનુષનું પ્રતીક ખરીદવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. અગાઉ, ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે જાહેર કર્યું હતું અને તેને ધનુષ અને તીરનું ચૂંટણી પ્રતીક ફાળવ્યું હતું.
જો કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથના ધારાસભ્ય સદા સરવણકરે રાઉતના દાવાને નકારી કાઢ્યો અને પ્રશ્ન કર્યો, "શું સંજય રાઉત ખજાનચી છે." મહારાષ્ટ્રના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીર મુનગંટીવારે રાઉત પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસમાં આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
અમિત શાહના નિવેદન પર સંજય રાઉતનો આકરા પ્રહારો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે વિરોધી વિચારધારા ધરાવતા લોકો તેમના પગ ચાટવાનું પસંદ કરે છે. સંજય રાઉતે તેમના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું, "હાલના મુખ્યમંત્રી શું ચાટી રહ્યા છે? શાહ શું કહે છે, મહારાષ્ટ્રની જનતા તેમને (તે મુદ્દાને) મહત્વ નથી આપતી? વર્તમાન મુખ્યમંત્રીને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો પણ અધિકાર નથી.
રાજકીય લડાઈ ક્યાંથી શરૂ થઈ?
2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું. શિવસેનાએ દાવો કર્યો હતો કે ભાજપે મુખ્યમંત્રી પદની વહેંચણીના વચનથી પીછેહઠ કરી છે. શિંદેએ બળવો કર્યો તે પહેલા ઉદ્ધવ ઠાકરેએ બાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધનની રચના કરી, જેણે જૂન 2022 સુધી મહારાષ્ટ્ર પર શાસન કર્યું.
ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ દેબની કારનો અકસ્માત
ત્રિપુરાના પૂર્વ સીએમ અને રાજ્યસભા સાંસદ બિપ્લબ દેબની કારનો હરિયાણાના પાનીપતમાં જીટી રોડ પર અકસ્માત થયો હતો.
Former Tripura CM and Rajya Sabha MP Biplab Deb had a narrow escape after his car met with an accident on GT Road in Haryana's Panipat today: Office of Biplab Deb pic.twitter.com/c7FElT0cdi
— ANI (@ANI) February 20, 2023
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. તેમનું સમર્પણ અને સેવા બાવ લોકોને હંમેશા પ્રેરિત કરતા રહેશે.
જો બાઈડેન યૂક્રેનના કિવની ઓચિંતી મુલાકાતે
રશિયા-યુક્રેન યુદ્ધના એક વર્ષ પૂર્ણ થવા પહેલા યુએસ પ્રમુખ જો બાઈડેન યૂક્રેનના કિવની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે. યુક્રેનના સાંસદ લેસિયા વાસિલેન્કોએ સોમવાર, 20 ફેબ્રુઆરીના રોજ પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર, બાઈડેનના પ્રવાસ કાર્યક્રમમાં સૂચવવામાં આવ્યું હતું કે તેઓ પોલેન્ડની મુલાકાત લેશે, પરંતુ તેઓ યુક્રેનની રાજધાનીમાં ઉતર્યા હતા.
જાન્યુઆરીમાં એરલાઇન્સને કેટલી મળી ફરિયાદ
જાન્યુઆરી 2023 દરમિયાન, નિર્ધારિત સ્થાનિક એરલાઇન્સ દ્વારા કુલ 418 પેસેન્જર સંબંધિત ફરિયાદો મળી હતી. જાન્યુઆરી 2023 માટે 10,000 પેસેન્જરો દીઠ ફરિયાદોની સંખ્યા લગભગ 0.33 છે.
એમ શિવશંકર 4 દિવસ ED કસ્ટડીમાં
પીએમએલએ કોર્ટે લાઇફ મિશન કૌભાંડ કેસમાં કેરળના સીએમઓના ભૂતપૂર્વ મુખ્ય સચિવ એમ શિવશંકરને 4 દિવસ ED કસ્ટડીમાં મોકલ્યા છે. EDએ તેને 25 ફેબ્રુઆરીએ રજૂ કરવાનો છે.