હવે પાન કાર્ડ બનાવવા આધારકાર્ડ ફરજિયાત, વર્તમાન પાનકાર્ડધારકો માટે આ નવો નિયમ લાગુ
Aadhaar pan card: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે હવે પાન કાર્ડ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે

Aadhaar pan card: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે હવે પાન કાર્ડ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. નવા નિયમ હેઠળ પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત રહેશે. આ નવો નિયમ 1 જૂલાઈથી અમલમાં આવશે. આ સાથે જેમના પાન કાર્ડ તેમના આધાર કાર્ડ સાથે લિંક નથી તેમના માટે બંનેને એકબીજા સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
1 જૂલાઈથી પાન કાર્ડ બનાવવા માટે આધાર ફરજિયાત
1 જૂલાઈથી પાન કાર્ડ બનાવવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. અત્યાર સુધી પાન કાર્ડ મેળવવા માટે આધાર જરૂરી નથી. હાલમાં પાન કાર્ડ બનાવવા માટે કોઈપણ ઓળખનો પુરાવો માન્ય છે. ઉપરાંત, પાન કાર્ડ બનાવવા માટે જન્મ તારીખનો પુરાવો જરૂરી છે, પરંતુ નવા નિયમ હેઠળ પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે. આ નવો નિયમ 1 જૂલાઈથી અમલમાં આવશે.
પાન-આધાર લિંક પણ ફરજિયાત
હાલમાં નવું પાન કાર્ડ બનાવતી વખતે આધાર અને પાન કાર્ડને લિંક કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. હવે હાલના પાન કાર્ડ ધારકો માટે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત રહેશે. આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. જો તમે આ તારીખ પહેલાં તમારા આધાર કાર્ડ અને PAN કાર્ડને લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે.
આધાર કાર્ડને PAN કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું
આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક કરવા માટે ટેક્સ ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર જાવ.
લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમારો PAN અને આધાર નંબર દાખલ કરો.
આ પછી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
I agree to validate my Aadhaar details with UIDAI વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ તમારો આધાર અને PAN લિંક થઈ જશે.
HDFC બેન્કના નિયમોમાં ફેરફાર





















