Aadhaar-Voter List Linkage: આધાર ડેટા લીકને લઈને ચૂંટણી પંચ લાલઘૂમ, ચૂંટણી અધિકારીઓને આપી ચેતવણી
Aadhaar-Voter List Linkage: ચૂંટણી પંચે મતદારો દ્વારા તેમના આધાર ડેટાને શેર કરવા માટે ભરેલા ફોર્મમાંથી કોઈપણ માહિતી લીક થવાની સ્થિતિમાં મતદાર નોંધણી અધિકારીઓ સામે "સખત" શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી આપી છે.
Aadhaar-Voter List Linkage: ચૂંટણી પંચે મતદારો દ્વારા તેમના આધાર ડેટાને શેર કરવા માટે ભરેલા ફોર્મમાંથી કોઈપણ માહિતી લીક થવાની સ્થિતિમાં મતદાર નોંધણી અધિકારીઓ સામે "સખત" શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી આપી છે. ચૂંટણી પંચે ડબલ એન્ટ્રીઓને દૂર કરવા માટે મતદાર યાદી સાથે આધાર લિંક કરવાની મંજૂરી આપતા નિયમો જારી કર્યાના દિવસો બાદ આ ચેતવણી આવી છે. પંચે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે મતદારો દ્વારા આધાર ડેટાની વહેંચણી 'સ્વૈચ્છિક' છે.
મતદારો સ્વેચ્છાએ તેમનો આધાર નંબર આપી શકશે
4 જુલાઈના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે કહ્યું છે કે, સુધારણા દરમિયાન, ખાસ ઝુંબેશની તારીખો સાથે મેળ ખાતી તારીખો પર ક્લસ્ટર સ્તરે વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવી શકે છે. જ્યાં મતદારોને હાર્ડ કોપીમાં ફોર્મ-6બીમાં સ્વૈચ્છિક રીતે તેમનો આધાર નંબર આપવા માટે સમજાવવામાં આવશે.
કોનું નામ મતદાર યાદીમાં સામેલ છે
કાયદા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, તાજેતરમાં રજૂ કરાયેલ ફોર્મ-6B દ્વારા, મતદાતાઓ તેમના આધાર નંબરને રિટર્નિંગ અધિકારીઓ સાથે શેર કરી શકે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 23 ની પેટા-કલમ (5) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર 1લી એપ્રિલ, 2023 ના રોજ અથવા તે પહેલાંની તારીખ તરીકે સૂચિત કરશે. જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ છે, તે ઉપરોક્ત વિભાગ મુજબ પોતાનો આધાર નંબર શેર કરી શકે છે.
આધાર કાર્ડ ટ્રાન્સફર સ્વેચ્છાએ કરી શકાય છે
એક વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સૂચનામાં 'કરી શકે છે' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ન કે 'કરશે' , વિગતો શેર કરવાનો નિર્ણય સ્વૈચ્છિક બની જાય છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આધાર નંબરની વહેંચણી 'સંપૂર્ણપણે સ્વૈચ્છિક' છે અને મતદાર નોંધણી અધિકારી (ERO) 'મતદારોને સ્પષ્ટ કરશે કે આધાર નંબર માંગવાનો હેતુ મતદાર યાદીમાં તેમની એન્ટ્રીઓને પ્રમાણિત કરવાનો છે અને ભવિષ્યમાં તેમને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો છે.