શોધખોળ કરો
Advertisement
આ ટેલીકોમ કંપની દેશભરમાં 2020 સુધીમાં પોતાની 3G સેવાઓ કરશે બંધ
આગામી વર્ષે માર્ચ 2020 સુધીમાં એરટેલ દેશમાં પોતાની તમામ 3G સેવાઓ બંધ કરી દેશે.
નવી દિલ્હી: દેશની અગ્રણી ટેલીકૉમ કંપની ભારતી એરટેલ શુક્રવારે મોટી જાહેરા કરી છે. એરટેલ દેશભરમાં પોતાની 3G સેવા બંધ કરવા જઈ રહી છે. કંપની આ પ્રક્રિયા કોલકાતથી શરૂ પણ કરી દીધી છે.
એરટેલે જાહેરાત કરી છે કે તે આગામી વર્ષે માર્ચ 2020 સુધીમાં દેશમાં પોતાની તમામ 3G સેવાઓ બંધ કરી દેશે. કંપની સપ્ટેમ્બર થી 6-7 સર્કલમાં ત્રીજી નેટવર્કને બંધ કરશે.સ જેના બાદ ડિસેમ્બરથી માર્ચ સુધી દેશભરમાંથી આ સેવા બંધ થઈ જશે.
એરટેલના ભારત અને સાઉથ એશિયાના સીઈઓ ગોપાલ વિટ્ટલ અનુસાર, એરટેલ એપ્રિલ 2020થી 2G થી 4G સ્પેક્ટ્રમ પર શિફ્ટ થઈ જશે. જેના બાદ અમે માત્ર 2G અને 4G સેવાઓ આપીશું. તેઓએ જણાવ્યું કે અમે સમગ્ર 2G સ્પેક્ટ્રમને 4Gમાં બદલી દઈશું. જો કો સ્પેક્ટ્રમનો નાનો સ્લગ 2G સેવાઓ માટે ચાલુ રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion