શોધખોળ કરો

Apple Layoffs: વર્ષો પછી એપલ કંપનીએ કરી કર્મચારીઓની છટણી, આ લોકોએ ગુમાવી નોકરી

Apple Layoffs: વિશ્વની સૌથી મોટી કંપની Appleમાં પણ છટણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ લગભગ 100 કર્મચારીઓ આ છટણીનો ભોગ બન્યા છે.

Apple Layoffs:  વિશ્વની સૌથી મોટી કંપની Appleમાં પણ છટણી કરવામાં આવી છે. કંપનીએ એપલ બુક્સ એપ (Apple Books App) અને એપલ બુકસ્ટોર (Apple Bookstore)માંથી લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. એવું માનવામાં આવે છે કે Apple Books હવે કંપની માટે પ્રાથમિકતા નથી. કંપની હવે તેને ચલાવવા માટે એટલી ઉત્સાહિત નથી. જોકે કંપની એપલ બુક્સને અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે. મળતી માહિતી મુજબ લગભગ 100 કર્મચારીઓ આ છટણીનો ભોગ બન્યા છે.

Apple માં સામાન્ય રીતે કોઈ છટણી થતી નથી

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એપલમાં છટણી જેવા પગલા ઝડપથી લેવામાં આવતા નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ કર્મચારીઓને સર્વિસિસ વિભાગમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ છટણીમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ અસર થઈ છે. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એડી ક્યૂને સર્વિસ ગ્રુપમાંથી પણ ઘણા લોકોને દૂર કરવામાં આવ્યા છે. સૌથી વધુ અસર એપલ બુક્સ અને એપલ બુકસ્ટોરના કર્મચારીઓ પર પડી છે.

એપલ બુક્સ-એપલ બુકસ્ટોર પાસેથી કંપનીને બહુ અપેક્ષાઓ નથી

કંપનીના એક કર્મચારીને ટાંકીને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને હવે એપલ બુક્સ અને એપલ બુકસ્ટોર પાસેથી વધારે અપેક્ષાઓ નથી. જો કે તે હાલમાં તેને ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે કંપની આ છટણી અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી રહી નથી. જો કે, કંપની એપલ ન્યૂઝ ચલાવવાનું ચાલુ રાખશે. અગાઉ એપલે સેલ્ફ ડ્રાઇવિંગ કાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેની નિષ્ફળતા પછી સેંકડો લોકોને છૂટા કરવામાં આવ્યા હતા.

એરટેલ સાથે કરાર, એપલ ટીવી અને મ્યૂઝિકનો આનંદ માણી શકશે

તાજેતરમાં માહિતી સામે આવી હતી કે Apple ભારતમાં લગભગ 6 લાખ નોકરીઓ આપવા જઈ રહી છે. તેમાંથી આઇફોન મેન્યુફેક્ચરિંગ વેન્ડર્સ દ્વારા લગભગ 2 લાખ સીધી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે દરેક સીધી નોકરી 3 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. આ સિવાય એપલે મ્યૂઝિક સપ્લાય માટે ભારતી એરટેલ સાથે કરાર પણ કર્યો છે. એરટેલ યુઝર્સ હવે એપલ ટીવી અને એપલ મ્યૂઝિકનો આનંદ માણી શકશે. એરટેલે તેની Wynk Music એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે.                  

Unemployment Rate: બેરોજગારીનો દર ઘટ્યો, શહેરોમાં રોજગાર વધ્યા, પુરુષોએ બાજી મારી, મહિલાઓ પાછળ રહી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
RBIના નામ પર ચાલી રહ્યો છે નવો Voicemail Scam, ફોન ઉઠાવતા જ બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી
RBIના નામ પર ચાલી રહ્યો છે નવો Voicemail Scam, ફોન ઉઠાવતા જ બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
RBIના નામ પર ચાલી રહ્યો છે નવો Voicemail Scam, ફોન ઉઠાવતા જ બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી
RBIના નામ પર ચાલી રહ્યો છે નવો Voicemail Scam, ફોન ઉઠાવતા જ બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી
Asia Cup Rising Stars 2025: પાકિસ્તાન બન્યું એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયન, સુપર ઓવરમાં બાંગ્લાદેશને હરાવ્યું
Asia Cup Rising Stars 2025: પાકિસ્તાન બન્યું એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયન, સુપર ઓવરમાં બાંગ્લાદેશને હરાવ્યું
હવે વેઈટિંગ રૂમમાં નહી, પ્લેટફોર્મ પર જ ખાવ બ્રાન્ડેડ કંપનીનું ફૂડ્સ, રેલવેની કેટરિંગ પોલિસીમાં ફેરફાર
હવે વેઈટિંગ રૂમમાં નહી, પ્લેટફોર્મ પર જ ખાવ બ્રાન્ડેડ કંપનીનું ફૂડ્સ, રેલવેની કેટરિંગ પોલિસીમાં ફેરફાર
New Labour Code: મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટથી લઈને એક વર્ષની ગ્રેચ્યુઈટી સુધી, શું શું થશે મોટા ફેરફાર?
New Labour Code: મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટથી લઈને એક વર્ષની ગ્રેચ્યુઈટી સુધી, શું શું થશે મોટા ફેરફાર?
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Embed widget