(Source: ECI/ABP News/ABP Majha)
Bank Holidays: મે મહિનામાં 13 દિવસ બેંકો રહેશે બંધ, બ્રાન્ચે જતા પહેલા જોઈલો આ લીસ્ટ
જો તમારે મે મહિનામાં બેંકને લગતા કોઈ કામ હોય તો અત્યારથી પ્લાનિંગ કરી લેજો. કારણ કે મે મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. RBIએ મે મહિનામાં આવતી બેંકોની રજાની યાદી જાહેર કરી દીધી છે.
Bank Holidays: જો તમારે મે મહિનામાં બેંકને લગતા કોઈ કામ હોય તો અત્યારથી પ્લાનિંગ કરી લેજો. કારણ કે મે મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ મે મહિનામાં આવતી બેંકોની રજાની યાદી જાહેર કરી દીધી છે.
મહિનાના શરૂઆતમાં 4 દિવસ બેંક બંધ રહેશે
RBIના કેલેન્ડર અનુસાર મે મહિનાના શરૂઆતમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ દરેક રાજ્યો અને ત્યાના સ્થાનિક તહેવારો અનુસાર અલગ અલગ હોય છે. તમને જણાવી દઈએ કે, આ યાદી આઈબીઆઈ દ્વારા ચાર આધારે બનાવવામાં આવે છે. આ લીસ્ટ દેશભરમાં સેલિબ્રેટ થતા તહેવારો અને રાજ્યોના હિસાબે હોય છે.
રાજ્યોના હિસાબે પણ રજાઓ હોય છે
રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ અલગ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંક બંધ રહેશે.
બેંકોએ ગ્રાહકોને કરી અપીલ
બેંકો તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, મે મહિનામાં બેંકો પર જતા પહેલા રજાઓની યાદી જોઈલે. બધા ગ્રાહકોએ એ દિવસોની યાદી જોઈ લેવી જોઈએ જે દિવસે તેમના રાજ્યમાં બેંકોની રજા રહેશે.
મે મહિનામાં બેંક રજાઓની યાદી
1 મે 2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંકો બંધ. આ દિવસે રવિવારની પણ રજા રહેશે.
2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ - ઘણા રાજ્યોમાં રજા
3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવા જયંતિ (કર્ણાટક)
4 મે 2022: ઈદ-ઉલ-ફિતર, (તેલંગાણા)
9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ - પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
14 મે 2022: બીજા શનિવારની બેંકોમાં રજા
16 મે 2022: બુધ પૂર્ણિમા
24 મે 2022: કાઝી નઝારુલ ઈસ્માલનો જન્મદિવસ - સિક્કિમ
28 મે 2022: ચોથા શનિવારે બેંકોમાં રજા
મે 2022 માં વીકેન્ડની રજાઓ
1 મે 2022 : રવિવાર
8 મે 2022 : રવિવાર
15 મે 2022 : રવિવાર
22 મે 2022 : રવિવાર
29 મે 2022 : રવિવાર