1લી ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ થઇ રહી છે લાગુ, હવે વિના SMS નહીં કપાય તમારા પૈસા
આ નવી ડેબિટ સિસ્ટમ અનુસાર, હવે બેન્ક અને ફોન પે, પેટીએમ જેવા ડિજીટલ પ્લેટફોર્મને હપ્તા કે બિલ કાપતા પહેલા તમારી પાસે અનુમતિ લેવી પડશે.
નવી દિલ્હીઃ ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જિ રહ્યો છે, 1લી ઓક્ટોબરથી નવી ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ નવી ડેબિટ સિસ્ટમ અનુસાર, હવે બેન્ક અને ફોન પે, પેટીએમ જેવા ડિજીટલ પ્લેટફોર્મને હપ્તા કે બિલ કાપતા પહેલા તમારી પાસે અનુમતિ લેવી પડશે. તેમને પોતાની સિસ્ટમમાં એવો ફેરફાર કરવો પડશે કે તે વિના મંજૂરી તમારા પૈસા નહીં કાપી શકે.
શું છે ઓટો ડેબિટ સિસ્ટમ-
તમે જ્યારે મોબાઇલ, પાણીનુ બિલ અને વીજળનીનુ બિલ વગેરે બિલો માટે ઓટો ડેબિટ મૉડ પસંદ કરે છે, તો એક નક્કી તારીખે તમારા પૈસા ખાતામાંથી કપાઇ જાય છે. આને જ ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે.
શું થયો છે આમાં ફેરફાર-
નવી ઓટો ડેબિટ સિસ્ટમ અંતર્ગત બેન્કોને પેમેન્ટ ડ્યૂ ડેટથી 5 દિવસ પહેલા પોતાના ગ્રાહકોના મોબાઇલ પર એક નૉટિફિકેશન મોકલવુ પડશે. નૉટિફિકેશન આપ્યા બાદ ગ્રાહકની મંજૂરી હોવી જોઇએ. આ ઉપરાંત 5 હજારથી વધુનુ પેમેન્ટ પર ઓટીપી સિસ્ટમ જરૂર કરવામાં આવી છે.
નવી વ્યવસ્થાની સુવિધા મેળવવા માટે તમારો મોબાઇલ નંબર બેન્કોમાં અપડેટ કરવો પડશે. આવુ એટલા માટે કેમ કે તમારા આ અપડેટેડ નંબર પર SMS દ્વારા ડેબિટનુ નૉટિફિકેશન આવશે. ધ્યાન રહે કે નવી ડેબિટ સિસ્ટમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી કે તેના પર સેટ કરવામાં આવેલા ઓટો ડેબિટ પેમેન્ટ પર જ લાગુ થશે.
શું થશે આમાં ફેરફાર-
નવી ઓટો ડેબિટ સિસ્ટમનો મુખ્ય ઉદેશ્ય ફ્રૉડને રોકવાનો છે. ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ કે બેન્ક ગ્રાહકો પાસેથી એકવાર અનુમતિ લીધા બાદ દર મહિને વિના કોઇ જાણકારી આપે ગ્રાહકના ખાતામાંથી કાપી લે છે. આનાથી ફ્રૉડ થવાની સંભાવના રહે છે. આ સમસ્યાને ખતમ કરવા માટે આ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.