400 રુપિયાથી પણ ઓછી કિંમતે મળશે 150 દિવસની વેલિડિટી,BSNL લાવ્યું શાનદાર રિચાર્જ પ્લાન
BSNL એક પછી એક રિચાર્જ પ્લાન લોન્ચ કરી રહ્યું છે, જે સસ્તા હોવા ઉપરાંત યુઝર્સને ઘણો ફાયદો પણ આપી રહ્યા છે.
BSNL એક પછી એક રિચાર્જ પ્લાન લોન્ચ કરી રહ્યું છે, જે સસ્તા હોવા ઉપરાંત યુઝર્સને ઘણો ફાયદો પણ આપી રહ્યા છે. સરકારી ટેલિકોમ કંપની BSNL આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, કારણ કે BSNL અન્ય ટેલિકોમ કંપનીઓની તુલનામાં ઘણા સસ્તા પ્લાન ઓફર કરી રહી છે. આ ઉપરાંત દેશમાં BSNLની 4G સેવા પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. BSNL 4G સેવા માટે ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે. ચાલો જાણીએ BSNLના ત્રણ સસ્તા પ્લાન વિશે.
BSNL રૂ 345 નો પ્લાન
BSNLનો આ પ્લાન 60 દિવસની વેલિડિટી સાથે આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝરને દરરોજ 1GB ડેટા મળે છે. ડેઇલી ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝરને 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવશે. BSNLના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવી છે.
BSNL રૂ 347 નો પ્લાન
BSNLનો આ પ્લાન 54 દિવસની વેલિડિટી સાથે આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. ડેઇલી ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝરને 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવશે. BSNLના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવી છે. આ સિવાય પ્લાનમાં Zing મ્યુઝિક અને BSNL ટ્યુનનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવ્યો છે.
BSNL રૂ 397 નો પ્લાન
BSNLનો આ પ્લાન 150 દિવસની વેલિડિટી સાથે આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. ડેઇલી ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝરને 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવશે. BSNLના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવી છે. પરંતુ 150 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં આ ફ્રી સર્વિસ માત્ર પહેલા 30 દિવસ માટે જ એક્ટિવ રહેશે. 30 દિવસ પછી, યુઝરને લોકલ કૉલ્સ માટે 1 રૂપિયા પ્રતિ મિનિટ અને STD કૉલ્સ માટે 1.3 રૂપિયા પ્રતિ મિનિટ ખર્ચવા પડશે. આ પ્લાન એવા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ છે કે જેઓ ઓછા ખર્ચે તેમના નંબરને લાંબા સમય સુધી એક્ટિવ રાખવા માંગે છે.
1 ઓક્ટોબરથી આ નિયમોમાં થશે બદલાવ, જાણો તમારા પર શું થશે તેની અસર