કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો
Excise duty reduction : કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી છે.
Excise Duty On Petrol Diesel : પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ અંગે કેન્દ્ર સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ.9.50 અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયુ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી છે.પેટ્રોલ-ડીઝલ પરનો નવો ભાવ આજ રાતથી જ અમલમાં આવશે.
7/12 We are reducing the Central excise duty on Petrol by ₹ 8 per litre and on Diesel by ₹ 6 per litre.
— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022
This will reduce the price of petrol by ₹ 9.5 per litre and of Diesel by ₹ 7 per litre.
It will have revenue implication of around ₹ 1 lakh crore/year for the government.
મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા છીએ. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે.