![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gautam Adani: અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર આપશે Z કેટેગરીની સુરક્ષા
અદાણી ગ્રુપના ચેરમેન અને એશિયામાં વિશ્વના ચોથા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે વીવીઆઈપી સુરક્ષા હેઠળ રહેશે.
![Gautam Adani: અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર આપશે Z કેટેગરીની સુરક્ષા Centre grants Z category VIP security cover to industrialist Gautam Adani Gautam Adani: અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર આપશે Z કેટેગરીની સુરક્ષા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/14b48e9b195fb1d132fc45f06f72437d1658392214_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gautam Adani gets Z Security: અદાણી ગ્રુપના ચેરમેન અને એશિયામાં વિશ્વના ચોથા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે વીવીઆઈપી સુરક્ષા હેઠળ રહેશે. કેન્દ્ર સરકારે ગૌતમ અદાણીને Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓએ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો, ત્યારબાદ મોદી સરકારે તેમને Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.
Centre grants Z category VIP security cover to Adani Group Chairman Gautam Adani: Official
— Press Trust of India (@PTI_News) August 17, 2022
સુરક્ષા ખર્ચ પોતે ઉઠાવશે
ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે જેમાં તેમની સુરક્ષામાં CRPF કમાન્ડો તૈનાત રહેશે. તેમને આખા દેશમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને આનો ખર્ચ તેમણે ઉઠાવવો પડશે. એવું માનવામાં આવે છે કે દર મહિને Z સિક્યોરિટી પર 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે.
સુરક્ષા એજન્સીઓના રિપોર્ટના આધારે સરકારે લીધો નિર્ણય
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓએ ગૌતમ અદાણી વિશે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટના આધારે સરકારે Z સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે સીઆરપીએફની વીઆઈપી સુરક્ષા શાખાને તાત્કાલિક ગૌતમ અદાણીને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે અને હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
મુકેશ અંબાણીને પણ Z કેટેગરીની સુરક્ષા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ કેન્દ્ર સરકાર દ્વારા 2013માં Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનની ધમકીઓ બાદ તેઓને 2013માં યુપીએ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. મુકેશ અંબાણી પોતે ઝેડ સિક્યોરિટીનો ખર્ચ ઉઠાવે છે.
Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)