શોધખોળ કરો
Advertisement
મોદી સરકારનો મોટો નિર્ણય, ચાઇનીઝ ફટાકડા વેચતા કે ફોડતા પકડાશો તો.....
ભારતીય બજારમાં ચીની ફટાકડાની આયાત અને તેનો ઉપયોગ ચિંતાનો વિષય છે.
નવી દિલ્હીઃ દિવાળી પહેલા દેશમાં ચીનના ફટાકડનું ધૂમ વેચાણ થતું હોય છે અને દરેક જગ્યાએ તેની ભારે માગ રહે છે. પરંતુ આ વખતે દિવાળી પહેલા ભારત સરકારે ચાઇનીઝ ફટાકડા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ ગાવી દીધો છે. કસ્ટમ વિભાગના પ્રિન્સિપલ કમિશ્નરે ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ સંબંધીત નોટિસ જારી કરતા ચેતવણી આપી છે કે ફટાકડાની આયાત સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. જો કોઈ આ તેનું વેચાણ-વેપાર કરતું જણાશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય બજારમાં ચીની ફટાકડાની આયાત અને તેનો ઉપયોગ ચિંતાનો વિષય છે. ચાઇનીઝ ફટાકડાની આયાત પર પ્રતિબંધ છે અને જો કોઈ વ્યક્તિ પાસે આવા ફટાકડા હશે તો તેની વિરૂદ્ધ કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધાશે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચાઇનીઝ ફટાકડાનો ઉપયોગ સરકારના એક્સપ્લોજિવ રૂલ્સ 2008 (Explosive Rules 2008) વિરુદ્ધ છે અને તે હાનિકારક છે. તેમા લેડ, કોપર, ઓક્સાઇડ અને લીથિયમ જેવા પ્રતિંબંધિત કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ માનવ જીવન માટે ખતરનાક હોવાની સાથે પર્યાવરણ માટે હાનિકારક છે.
એવામાં લોકોને ફટાકડાઓના લેબલિંગ વિગતો જોઇને જ ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ સામાન્ય નાગરિક આવા ફટાકડાઓના વેચાણ સંબંધિત માહિતી ધરાવે છે તો તે ચેન્નઈ કસ્ટમ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર 044-25246800 પર ફોન કરીને માહિતી આપી શકે છે. ચાઇનીઝ ફટાકડાના ગેયરકાયદેસર ખરિદ-વેચાણમાં સામેલ લોકો વિરૂદ્ધ કસ્ટમ એક્ટ, 1962 અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે.Principal Commissioner of Customs: Import of firecrackers is ‘Restricted’&if a person acquires possession of or is in any way concerned carrying, keeping, concealing, selling or purchasing or in any manner dealing with Chinese firecrackers will be punished under Customs Act 1962. pic.twitter.com/dTFCmUYVT3
— ANI (@ANI) October 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement