New IPO: Data Patterns નો ખૂલ્યો IPO, સબ્સ્ક્રાઈબ કરતાં પહેલા જાણી લો આ ખાસ વાતો
Data Patterns IPO: પ્રમોટર્સ હાલમાં કંપનીમાં 57.08 ટકા હિસ્સો ધરાવે છે. ઈસ્યુ બાદ તે ઘટીને 44.99 ટકા થઈ જશે.
Data Patterns IPO: વર્ષ 1985 માં સ્થપાયેલ ડેટા પેટર્ન (ઇન્ડિયા) લિમિટેડ દેશમાં વિકસિત સંરક્ષણ ઉત્પાદનો ઉદ્યોગ માટે અગ્રણી સોલ્યુશન પ્રદાતા તરીકે ઉભરી આવી છે. તે સંરક્ષણ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત સોલ્યુશન પ્રદાન કરતી કેટલીક કંપનીઓમાંની એક છે. કંપનીનો IPO આજથી સબસ્ક્રિપ્શન માટે લોન્ચ થયો છે અને 16 તારીખ સુધી આઈપીઓ ભરી શકાશે.
ઓફર વિગતો
- પબ્લિક ઇશ્યુમાં રૂ. 240 કરોડના નવા શેર અને પ્રમોટરો અને શેરધારકો દ્વારા 59.52 લાખ ઇક્વિટી શેર માટે ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
- OFS હેઠળની કંપનીના શેરધારકોમાં શ્રીનિવાસગોપાલન રંગરાજન (સ્થાપક પ્રમોટર) વતી 19.67 લાખ શેર, રેખા મૂર્તિ રંગરાજન વતી 19.67 લાખ શેર, સુધીર નાથન વતી 75,000 શેર, સુધીર નાથન વતી 4.15 લાખ શેર અને વહાલ 52 અન્ય શેરધારકોનો સમાવેશ થાય છે. શેરધારકો વતી લાખ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે.
- કંપનીને અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 588.22 કરોડ મળવાની ધારણા છે. ઇશ્યૂના 50 ટકા સંસ્થાકીય ખરીદદારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય ખરીદદારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.
- પ્રમોટર્સ હાલમાં કંપનીમાં 57.08 ટકા હિસ્સો ધરાવે છે. ઈસ્યુ બાદ તે ઘટીને 44.99 ટકા થઈ જશે.
ઈશ્યૂનો ઉદ્દેશ
કંપની રૂ. 60.8 કરોડની ઇશ્યૂ રકમનો ઉપયોગ કંપનીના બાકી ઉધારની ચૂકવણી માટે કરશે. રૂ. 95.2 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે અને રૂ. 59.8 કરોડનો ઉપયોગ ચેન્નાઈમાં હાલની સુવિધાઓના અપગ્રેડ અને વિસ્તરણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
લોટ સાઇઝ
રોકાણકારો ઓછામાં ઓછા 25 ઇક્વિટી શેર અને તેના 25 શેરના ગુણાંક માટે બિડ લગાવી શકે છે. છૂટક રોકાણકારો લોટ માટે લઘુત્તમ રૂ. 14,625નું રોકાણ કરી શકે છે અને 13 લોટ માટે તેમનું મહત્તમ રોકાણ રૂ. 1,90,125 હશે.
પ્રમોટર્સ અને મેનેજમેન્ટ
- શ્રીનિવાસગોપાલન રંગરાજન કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જેઓ સ્થાપના સાથે સંકળાયેલા છે.
- રેખા મૂર્તિ નટરાજન તેના હોલટાઇમ ડિરેક્ટર છે અને તે સ્થાપનાથી કંપની સાથે સંકળાયેલી છે.
- મેથ્યુ સિરિયાક નામાંકિત ડિરેક્ટર છે, જ્યારે સબિતા રાવ, વડલામણિ વેંકટા રામા શાસ્ત્રી, સૌમ્યન રામકૃષ્ણન અને પ્રસાદ રાઘવ મેનન કંપનીના નોન-એક્ઝિક્યુટિવ, સ્વતંત્ર ડિરેક્ટર છે.
GMP, લિસ્ટિંગ અને ફાળવણીની તારીખ
IPO વૉચ મુજબ, ડેટા પેટર્નનો સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 500ના મજબૂત પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. 21 ડિસેમ્બરે શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને અસફળ રોકાણકારોને 22 ડિસેમ્બરે રિફંડ મળશે. આ શેર 23 ડિસેમ્બરે સફળ રોકાણકારોના ડીમેટ સુધી પહોંચશે. કંપનીના શેર 24 ડિસેમ્બર, 2021ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.