આજથી ખુલશે ડોડલા ડેરીનો IPO, જાણો ગ્રે માર્કેટમાં શું બોલાઈ રહ્યા છે ભાવ
ડોડલા ડેરીની વાત કરીએ તો કંપનીએ IPOમાં રોકાણ માટે 421-428 રૂપિયા પ્રતિ શેરનો ભાવ નક્કી કર્યો છે.
શેર બજારમાં તેજીનાં સેન્ટીમેન્ટથી પ્રાઈમરી માર્કેટમાં પણ હલચલ જોવા મળી રહી છે. 2021માં એપ્લિ મે દમરિયાન મહામારીને કારણે કંપનીઓએ આઈપીઓ લાવાવનું ટાળ્યું હતું. જોકે 14 જૂનથી શ્યામ મેટાલિક્સ અને સોના કોમસ્ટારના આઈપીઓ આવ્યા હતા અને આજે એટલે કે 16 જૂનના રોજ ડોડલા ડેરી અને કિમ્સ હોસ્પિટલના આઈપીઓ ખુલી રહ્યા છે.
લિંસ્ટિંગ પહેલા શેરનો ભાવ 180 રૂપિયા વધ્યો
ડોડલા ડેરીની વાત કરીએ તો કંપનીએ IPOમાં રોકાણ માટે 421-428 રૂપિયા પ્રતિ શેરનો ભાવ નક્કી કર્યો છે. 515-520 કોરડ રૂપિયાનો આ આપીઈઓ 18 જૂનના રોજ બંધ થશે. ત્યાર બાદ 28 જૂનના રોજ બન્ને એક્સચેન્જ NSE અને BSE પર લિસ્ટ થશે. લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટમાં આ શેરનો ભાવ 180 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે તેનું લિસ્ટિંગ 601-628 રૂપિયા આસપાસ રહી શકે છે.
રિટેલ રોકાણકારો માટે 35 ટકા શેર અનામત
પબ્લિક ઈશ્યૂમાં કંપની 50 કરોડ રૂપિયાના ફેશ શેર બહાર પાડશે અને પ્રમોટર 1.09 કરોડ શેર ઓફર ફોર સેલમાં આવશે. જોકે રિટેલ રોકાણકારો માટે તેમાં 35 ટકા શેર રિઝર્વ હશે. રોકાણકારોએ આઈપીઓમાં ઓછામાં ઓછા 14980 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર કંપની IPOથી મળેલ રકમનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીમાં રોકાણ તરીકે કરશે.
આ આઈપોને લઈને નિષ્ણાંતો રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ડોડલા ડેરીના શેરની કિંમત એ જ સેગમેન્ટની અન્ય કંપનીઓ કરતાં ઓછી છે.
બીજી સૌથી મોટી પ્રાઈવેટ ડેરી કંપની
ડોડલા ડેરી દેશની બીજી સૌથી મોટી પ્રાઈવેટ ડેરી કંપની છે. તેનો કારોબાર મુખ્ય રીતે દક્ષિણ ભારતમાં ફેલાયેલ છે. જ્યાં કંપની આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં 13 પ્રોસેસિંગ પ્લાન્ટ ઓપરેટ કરે છે. તેની કુલ ક્ષમતા અંદાજે 1.7 મિલિયન લિટર પ્રતિ દિવસની છે. કંપની આ જ 5 રાજ્યોમાંથી દૂધ ખરીદે છે અને 11 રાજ્યોમાં વેચાણ કરે છે.
રોજ દૂધ ખરીદવાના મામલે ડોડલા ડેરી દેશમાં ત્રીજી સૌથી મોટી કંપની છે. 31 માર્ચ, 2021ના આંકડા અનુસાર કંપની દક્ષિણ ભારતના 7003 ગામડમાંથી અંદાજે 1 લાખ 9 હજાર 670 ખેડૂતો પાસેથી 1.03 મિલિયન લિટર કાચું દૂધ દરરોજ સરેરાશ ખરીદે છે.