શોધખોળ કરો
હવે WhatsApp પર થશે EPFOની ફરિયાદનો ઉકેલ, જાણો કઈ રીતે કરશે કામ?
શ્રમ મંત્રલાયે EPFO એ PF સંબંધિત ફરિયાદોના તત્કાલ ઉકેલ માટે વૉટ્સએપ સેવા શરુ કરી છે.

નવી દિલ્હી: EPFO એ PF સંબંધિત ફરિયાદોના તત્કાલ ઉકેલ માટે વૉટ્સએપ સેવા શરુ કરી છે. મંગળવારે શ્રમ મંત્રલાયે આ નવી સેવાની જાહેરાત કરી હતી. હવે EPFO પોર્ટલ, CPGRAMS, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડેડિકેટેડ 24X7 કૉલ સેન્ટર સિવાય વૉટ્સએપ પર પણ પીએફ સંબંધિત ફરિયાદનો ઉકેલ થશે. તેનાથી પીએફ સબ્સક્રાઈબર સીધા EPFOની રીઝનલ ઓફિસ સાથે સંપર્ક કરી આમને સામને ફરિયાદોનો ઉકેલ કરી શકશે. વોટ્સ્એપ આધારિત હેલ્પલાઈન EPFOની તમામ 138 રીઝનલ ઓફિસોમાં શરુ થઈ ગઈ છે.
કોઈ પણ પીએફ સબ્સક્રાઈબર પોતાની કોઈ પણ ફરિયાદ, નિર્દેશ અને જાણકારી માટે હેલ્પલાઈન નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકે છે. વોટ્સએપ દ્વારા ફરિયાદ તે સંબંધિત રીઝનલ ઓફિસના હેલ્પલાઈન નંબર પર કરી શકાશે, જ્યાં તેના પીએફ એકાઉન્ટ છે. ઈપીએફઓની ઓફિશિયિલ વેબસાઈટ પર તમામ રીઝનલ ઓફિસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યા છે. આ નંબર પર વૉટ્સએપ મેસેજ કરી પોતાની ફરિયાદોનું નિવેડો લાવી શકાઈ છે.
ફરિયાદોના ઉકેલ માટે એક્સપર્ટ્સની ટીમ
ફરિયાદોના નિવારણ માટે તમામ રીઝનલ ઓફિસમાં એક્સપર્ટ્સની એક ટીમની રચના કરવામાં આવી છે. EPFOની આ સેવાને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધી વૉટ્સએપ દ્વારા 1,64,040 ફરિયાદોનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. EPFOની ઓનલાઈન ફરિયાદ ઉકેલ માટેની પોર્ટલ EPFiGMS પર 16 ટકા ઘટાડો આવ્યો છે. વૉટ્સએપ હેલ્પલાઈન નંબર શરુ કરવાથી EPFOની રીઝનલ ઓફિસમાં ફરિયાદ માટે ઓછા લોકો જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
વડોદરા
દેશ
ગુજરાત
Advertisement
