શોધખોળ કરો

EPFO New Rule: EPFOએ બદલ્યો નિયમ, હવે ડોક્યુમેન્ટ વિના પણ અપડેટ થશે આ માહિતી

EPFOના આ નિર્ણયથી 3.9 લાખ સભ્યોને લાભ થશે જેમની અરજીઓ પડતર છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેના સભ્યોને રાહત આપવા અને અપડેટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે કર્મચારીઓ સરળતાથી EPF પ્રોફાઇલ અપડેટ કરી શકશે. આ માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજની જરૂર રહેશે નહીં. EPFOના આ નિર્ણયથી 3.9 લાખ સભ્યોને લાભ થશે જેમની અરજીઓ પડતર છે. આ સભ્યો પાસે હવે નવી સુવ્યવસ્થિત પ્રક્રિયા હેઠળ બાકી રહેલી રિક્વેસ્ટ રદ કરવાની અને તેને ફરીથી સબમિટ કરવાની સુવિધા છે.

કઈ માહિતી અપડેટ કરી શકાય છે?

EPFO સિસ્ટમમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. નવા અપડેટ અનુસાર, સભ્યો કોઈપણ દસ્તાવેજો સબમિટ કર્યા વિના તેમની પર્સનલ જાણકારી જેમ કે નામ, જન્મ તારીખ, જેન્ડર, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, લગ્ન સ્થિતિ, જીવનસાથીનું નામ, એન્ટ્રી અને એક્ઝિટની ડેટ સહિતની વિગતો સરળતાથી એડિટ કરી શકો છો.

આ સુવિધા કોને મળશે?

EPFO એ માહિતી આપી છે કે આ સુવિધા એવા સભ્યો માટે છે જેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર સાથે વેરિફાય છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ફરિયાદો ઘટાડવાનો અને પેન્ડિંગ રિક્વેસ્ટના નિરાકરણને ઝડપી બનાવવાનો છે. અગાઉ ફેરફાર માટે નોકરીદાતા પાસેથી વેરિફાય કરવાની જરૂરી હતી, જેમાં લગભગ 28 દિવસ લાગતા હતા.

આધાર અને પાન પણ લિંક હોવા જોઈએ

હવે લગભગ 45 ટકા રિક્વેસ્ટને સભ્ય દ્વારા સ્વ-મંજૂર કરી શકાય છે. બાકીના 50 ટકા EPFO​​ની સંડોવણી વિના ફક્ત નોકરીદાતાની મંજૂરીથી જ પતાવટ કરી શકાય છે. જોકે, આ માટે સભ્યોએ ખાતરી કરવી પડશે કે તેમનો આધાર અને PAN EPF ખાતા સાથે જોડાયેલા છે કારણ કે કોઈપણ અપડેટ અથવા ઉપાડ માટે તે ફરજિયાત છે. આ વિના વિનંતી પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે.

આખી પ્રક્રિયા શું હશે?

પીઆઈબીના જણાવ્યા અનુસાર, હાલમાં સભ્યો દ્વારા નોંધાયેલી લગભગ 27 ટકા ફરિયાદો પ્રોફાઇલ અને કેવાયસી સમસ્યાઓ સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે નવી પ્રક્રિયા આ ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો કરશે. પ્રોફાઇલમાં ફેરફાર માટે સભ્યને દસ્તાવેજો સબમિટ કરવાની અને નોકરીદાતાની મંજૂરીની રાહ જોવાની જરૂર રહેશે નહીં. આ માટે UANને આધાર સાથે લિંક કરવું જોઈએ. સભ્યોએ EPFO ​​પોર્ટલ અથવા ઉમંગ એપ પર લોગ ઇન કરીને અપડેટ માટે વિનંતી કરવાની રહેશે.

કેવી રીતે અપડેટ કરવું?

સૌ પ્રથમ EPFO પોર્ટલ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર જાવ.

હવે તમારો UAN યુનિવર્સલ એકાઉન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગિન કરો.

લોગ ઇન કર્યા પછી ટોચ પર 'મેનેજ' ટેબ પર ક્લિક કરો.

જો તમારે નામ, જન્મ તારીખ અથવા જેન્ડર જેવી વ્યક્તિગત વિગતો અપડેટ કરવાની જરૂર હોય તો 'મોડિફાય બેઝિક ડિટેઇલ્સ' વિકલ્પ પસંદ કરો.

તમારા આધાર કાર્ડ મુજબ જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો. EPF અને આધારમાં વિગતો સમાન હોવી જોઈએ.

જો જરૂરી હોય તો સહાયક દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્ર) અપલોડ કરો.

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

ટોપ સ્ટોરી

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ
NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ
Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!
Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Embed widget