શોધખોળ કરો

Forex Reserve: દેશનો ખજાનો ઘટ્યો, વિદેશી રોકાણકારો રૂપિયા ઉપાડી રહ્યા છે, જાણો શું છે કારણ?

આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય $1.566 બિલિયન ઘટીને $38.825 બિલિયન થયું છે.

Foreign Exchange Reserves: દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ 26 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં $2.713 બિલિયન ઘટીને $637.687 બિલિયન થયું છે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $289 મિલિયન વધીને $640.401 બિલિયન થઈ ગયો હતો.

3 સપ્ટેમ્બરે રિઝર્વ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું

આ સિવાય 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કરન્સી રિઝર્વ $642.453 બિલિયનના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. શુક્રવારે જાહેર કરાયેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સાપ્તાહિક ડેટામાં જણાવાયું છે કે 26 નવેમ્બરે પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતોમાં ઘટાડો હતો, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો બનાવે છે.

આરબીઆઈએ ડેટા જાહેર કર્યો

RBIના ડેટા અનુસાર, FCA સપ્તાહ દરમિયાન $1.048 બિલિયન ઘટીને $574.664 બિલિયન થઈ ગયું છે. ડૉલરમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીની હિલચાલનો પણ સમાવેશ થાય છે.

ગોલ્ડ રિઝર્વમાં પણ ઘટાડો થયો છે

આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય $1.566 બિલિયન ઘટીને $38.825 બિલિયન થયું છે. રિપોર્ટિંગ સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ $74 મિલિયન ઘટીને $19.036 બિલિયન થયા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું ચલણ અનામત $25 મિલિયન ઘટીને $5.162 બિલિયન થઈ ગયું છે.

હાલમાં અનામત દોઢ વર્ષથી વધુ સમયની આયાત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે. વિશ્વભરની ઘણી મોટી બ્રોકિંગ એજન્સીઓએ કોવિડના દબાણ વચ્ચે ભારતના ઉચ્ચ ચલણ ભંડારને મોટી સુરક્ષા ગણાવી છે. અર્થવ્યવસ્થામાં દબાણની વચ્ચે ભારતની રેટીંગમાં અસર ન પડવાનું મુખ્ય કારણ ફોરેક્સ રિઝર્વ પણ હતું.

વર્ષ 2004માં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 100 અબજ ડોલરને પાર થઈ ગયું હતું જ્યારે જૂન 2020ના પ્રથમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 500 અરબ ડોલરના સ્તરને પાર કરી ગયું હતું. ફોરેક્સ રિઝર્વ જૂનથી સતત 500 અરબ ડોલરના સ્તરથી ઉપર રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Embed widget