સોનું હોય તો વેચતા નહીં! સોનાનો ભાવ સીધો ₹2 લાખને પાર કરશે! જાણો કોણે કરી આ ભવિષ્યવાણી
આગામી 5 વર્ષમાં ₹2,18,500 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે સોનું, સ્વિસ એશિયા કેપિટલની મોટી આગાહી.

Gold Price Today: સોનાના ખરીદદારો અને રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે અત્યાર સુધી સોનાને મોંઘું ગણતા હોવ તો હવે તમારે ફરીથી વિચારવાની જરૂર છે, કારણ કે સોનાના ભાવ હજુ પણ ઘણા વધવાની શક્યતા છે. CNBC-TV18ના એક ખાસ અહેવાલ અનુસાર, સોનું ટૂંક સમયમાં ખૂબ જ મોંઘું થઈ શકે છે અને તેની કિંમત ₹2 લાખ પ્રતિ 10 ગ્રામના આંકડાને પણ વટાવી જશે.
આ અહેવાલમાં સ્વિસ એશિયા કેપિટલના જુર્ગ કીનર સાથેની વાતચીતને ટાંકવામાં આવી છે. જુર્ગ કીનરે કોમોડિટી માર્કેટ અંગે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં 10 ગ્રામ સોનાની કિંમત ₹2,18,500 સુધી પહોંચી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 5 વર્ષમાં સોનું પ્રતિ ઔંસ $8,000ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે સોના અને ચાંદીના ભાવમાં લાંબા ગાળે મજબૂત વધારો જોવા મળશે, જ્યારે ક્રૂડ તેલમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. આ આગાહીથી સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો ચોંકી ગયા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી 5 વર્ષ સુધી સોનાના ભાવમાં આ તેજી જોવા મળી શકે છે, જેના કારણે ઘણા લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બની જશે. જુર્ગ કીનરે કોમોડિટી માર્કેટ અંગે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં 10 ગ્રામ સોનાની કિંમત ₹2,18,500 સુધી પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષમાં સોનું પ્રતિ ઔંસ $8,000ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.
જો ભારતીય બજારમાં $8,000 પ્રતિ ઔંસ સોનાના ભાવને રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો તે આ પ્રમાણે થાય છે:
- $8000 પ્રતિ ઔંસ (સોનાની કિંમત)
- 1 ઔંસ = 31.1035 ગ્રામ
- વર્તમાન ડોલરથી રૂપિયાનો વિનિમય દર આશરે ₹85 ગણવામાં આવે તો,
- $8000 × ₹85 = ₹6,80,000 પ્રતિ ઔંસ
આ ગણતરી મુજબ, ₹6,80,000 પ્રતિ ઔંસનો અર્થ થાય છે:
- ₹6,80,000 ÷ 31.1035 = ₹21,862 પ્રતિ ગ્રામ
તેથી, 10 ગ્રામ સોનાની કિંમત આ પ્રમાણે થશે:
- ₹21,862.49 × 10 = ₹2,18,500
સ્વિસ એશિયા કેપિટલના જુર્ગ કીનરે વધુમાં જણાવ્યું કે સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. શરૂઆતમાં થોડું કરેક્શન જોવા મળી શકે છે, જેમાં સોનાનો ભાવ $2800 થી $2900 પ્રતિ ઔંસ સુધી આવી શકે છે. ત્યારબાદ, જુલાઈ 2025 સુધીમાં સોનાનો ભાવ $3500 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની ધારણા છે. અને આગામી 5 વર્ષમાં સોનું $8000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
ડિસ્ક્લેમર: એબીપી અસ્મિતા પર વ્યક્ત કરાયેલ સલાહ અથવા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. રોકાણ કરતા પહેલાં, કૃપા કરીને તમારા નાણાકીય સલાહકાર અથવા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લો.






















