Gold Rate Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો, જાણી લો લેટેસ્ટ કિંમત
અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આજે સતત ત્રીજા દિવસે સોનાની કિંમત લાલ નિશાન પર ખુલી હતી.

Gold Rate Today: અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આજે સતત ત્રીજા દિવસે સોનાની કિંમત લાલ નિશાન પર ખુલી હતી. ગઈકાલે એક સમયે સોનાનો ભાવ રૂ.99,000ને પાર કરી ગયો હતો પરંતુ સાંજ સુધીમાં તેમાં સુધારો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં આજે 10 ગ્રામ સોનાની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાનો ભાવ 90,000 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 98,200 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી 1 લાખ રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. અહીં જાણો આજે 25 એપ્રિલ 2025 શુક્રવારના રોજ સોના અને ચાંદીના ભાવ.
25 એપ્રિલ, 2025 શુક્રવારના રોજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત રૂ. 1,00,800 પર ટ્રેડ થઈ રહી છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદી 100 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
શુક્રવાર, 25 એપ્રિલ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 90,190 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 98,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 90,040 રૂપિયા અને 24 કેરેટ સોનું 98,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
સોનામાં ભાવ ઘટાડાનું કારણ
સોનું મોંઘું થવા પાછળનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની મજબૂત સ્થિતિ અને ડોલરની નબળાઈ છે. યુએસ ડૉલર ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે, જેના કારણે સોનાની માંગ અને ભાવમાં વધારો થયો છે. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવને કારણે રોકાણકારોએ સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે સોનાને પસંદ કર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન પર નવા ટેરિફના સંકેત અને નાણામંત્રી સ્કોટ બેસન્ટના નિવેદનથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે, જેણે સોનાની ખરીદીને ટેકો આપ્યો છે.
આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનાએ 60.06% રિટર્ન આપ્યું છે. જે દર્શાવે છે કે સોનામાં કેવી તેજી આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાએ 7.05%નું પોઝિટવ રિટર્ન આપ્યું છે, જે ટૂંકાગાળામાં પણ તેજીને દર્શાવે છે. છેલ્લા એક મહિનામાં તેનું રિટર્ન 13.16% અને ત્રણ મહિનાનું 52.50% રહ્યું છે.
સોનાએ વર્ષ 2025ના પ્રથમ ચાર મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, એમસીએક્સ અને કોમેક્સ બંને એક્સચેન્જો પર સોનું લગભગ 25 ટકા વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.





















