શોધખોળ કરો

આ જાણીતી બેંકમાં ખાતું ખોલાવવા ધક્કો નહીં ખાવો પડે, સતત 7મા વર્ષે ભારતની નં. 1 બ્રાન્ડ જાહેર થઈ

હાલ વીડિયો કેવાયસીની સુવિધાને બચત અને કૉર્પોરેટ સેલરી ખાતાઓ તથા પર્સનલ લૉન માટે માટે શરૂ કરવામાં આવી છે.

અમદાવાદઃ એચડીએફસી બેંકએ તેની વીડિયો કેવાયસી (નૉ યૉર કસ્ટમર) સુવિધાની જાહેરાત કરી છે. પોતાના પાઇલટ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરી લીધાં બાદ એચડીએફસી બેંકએ સુરક્ષિત અને સલામત વાતાવરણમાં ખાતું ખોલવાની પ્રક્રિયા દરમિયાન સંભવિત ગ્રાહકની ઓળખને સ્થાપિત કરવાની વૈકલ્પિક પદ્ધતિ તરીકે મંજૂરી આધારિત વીડિયો કેવાયસી સુવિધા શરૂ કરી છે. એચડીએફસી બેંકને સતત સાતમા વર્ષે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. 2020 BrandZ™ ટૉપ 75 મોસ્ટ વેલ્યૂએબલ ઇન્ડિયન બ્રાન્ડ્સ નામના આ સરવે દ્વારા એચડીએફસી બેંકની બ્રાન્ડનું મૂલ્ય 20.3 બિલિયન યુએસ ડૉલર આંકવામાં આવ્યું છે. વીડિયો કેવાયસી સુવિધા એ ભેગા મળીને કામ કરી રહેલી બ્રાન્ચ બેંકિંગ, ડિજિટલ બેંકિંગ અને રીટેઇલ એસેટ્સના એજાઇલ પોડ્સની કામગીરીનું પરિણામ છે. એચડીએફસી બેંક ખાતે અનેકવિધ એજાઇલ પોડ્સ ગ્રાહકો માટેના નવા ઉત્પાદનો અને સેવાઓ પર કામ કરી રહ્યાં છે. તે બેંકમાં વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ માટે વિવિધ ટીમોની યોગ્યતાઓ અને ક્ષમતાઓનો ઉપયોગ કરવાના ‘વન બેંક’ના વિઝનને અનુરૂપ છે. હાલમાં વીડિયો કેવાયસીની સુવિધાને બચત અને કૉર્પોરેટ સેલરી ખાતાઓ તથા પર્સનલ લૉન માટે માટે શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર રીતે અન્ય ઉત્પાદનો માટે પણ શરૂ કરવામાં આવશે. આરબીઆઈના દિશાનિર્દેશો મુજબ, વીડિયો કેવાયસીની કામગીરી સફળતાપૂર્વક પૂરી થવી એ સંપૂર્ણ કેવાયસીને સમકક્ષ છે અને ગ્રાહક તમામ નાણાકીય/ બેંકિંગ ઉત્પાદનો મેળવવા માટે પાત્ર ગણાય છે. આ સુવિધા ચાલું દિવસે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન ઉપલબ્ધ છે. એચડીએફસી બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ શ્રી અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે,  ‘અમે વીડિયો કેવાયસીની સુવિધાની શરૂઆત અંગે જાહેર કરીને ખૂબ જ આનંદિત છીએ. પ્રથમ તબક્કામાં અમે તેને બચત અન કૉર્પોરેટ સેલેરી અને પર્સનલ લૉનના ગ્રાહકો માટે શરૂ કરી રહ્યાં છીએ અને તબક્કાવાર રીતે અન્ય ઉત્પાદનો માટે પણ તેને શરૂ કરવામાં આવશે. આ સુવિધા અમારા ગ્રાહકોને સવલત પૂરી પાડવા ટેકનોલોજીનો લાભ ઉઠાવવાના અમારા ઉદ્દેશ્યને અનુરૂપ છે. અમને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, વીડિયો કેવાયસી એ વન બેંકના અમારા વિઝનના ભાગરૂપે એકસાથે કામ કરી રહેલાં અમારા એજાઇલ પોડની કામગીરીનું પરિણામ છે, જેણે ગ્રાહકોને શ્રેષ્ઠતાનો અનુભવ પૂરો પાડવામાં વધુ એક ડગ માડ્યું છે.’
વીડિયો કેવાયસી માટે ગ્રાહકોએ શું રજૂ કરવું પડશે
  • બેંકની અરજીમાં આધાર ઓટીપી-આધારિત સંપૂર્ણ ઇકેવાયસી
  • ઓરિજિનલ પાન કાર્ડને હાથવગું રાખો
  • વીડિયો કેવાયસી કરતી વખતે ભારતમાં જ રહો
  • સારી ડેટા કનેક્ટિવિટી ધરાવતો સ્માર્ટફોન રાખો
ગ્રાહક બેંકની વેબસાઇટ / પ્લેસ્ટોર પર ઉપલબ્ધ ખાતું ખોલાવવા માટેની બેંકની એપ મારફતે તેનું / તેણીનું આધાર ઇકેવાયસી પૂરું કરી લે તે પછી તેને/ તેણીને બેંકના અધિકારી સાથે જોડવામાં આવશે, જેઓ વીડિયો કેવાયસીની પ્રક્રિયા હાથ ધરે છે. સામાન્ય રીતે, વીડિયો કેવાયસી કરનાર બેંકના કર્મચારી...
  • ગ્રાહકની માહિતીને ચકાસશે
  • ગ્રાહકનો ફોટો પાડશે
  • ગ્રાહકના પાન કાર્ડનો ફોટો પાડશે
  • આખરે ખાતાને સક્રિય કરવામાં આવે તે પહેલાં વીડિયો કેવાયસીની ઓડિયો-વીડિયો વાતચીતને માન્ય કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget