શોધખોળ કરો
Advertisement
SBI બાદ HDFC બેંકે ઓટો, હોમ અને પર્સનલ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો
એચડીએફસી બેંકે તમામ સમયગાળા માટે એમસીએલઆર- માર્જિનલ કોસ્ટ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે.
નવી દિલ્હી: એસબીઆઈ બાદ એચડીએફસી બેંકે ગ્રાહકોને મોટી રાહત આપી છે. એચડીએફસી બેંકે તમામ સમયગાળા માટે એમસીએલઆર- માર્જિનલ કોસ્ટ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ બેંકની હોમ લોન, ઓટો લોન વગેરે સસ્તી થઈ ગઈ છે.
આ પેહલા એસબીઆઈએ ફંડ આધારિત લેન્ડિંગ રેટના એક વર્ષના માર્જિનલ કોસ્ટમાં 0.10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 10 ડિસેમ્બરથી એસબીઆઈનો એક વર્ષનો એમસીએલઆર હવે 8 ટકાથી ઘટીને 7.90 ટકા થયો છે. એસબીઆઈની મોટાભાગની લોન એક વર્ષ એમસીએલઆર પર આધારિત છે.
એચડીએફસી બેંકે એમસીએલઆરના આધારે લોનના દરમાં ઘટાડો કર્યો છે. હવે દર મહિને ઇએમઆઈ 0.15 ટકા સસ્તી થઈ છે. આ દર 8.30 ટકાથી ઘટીને 8.15 ટકા થયો છે. બે વર્ષના દરે ઘટીને 8.25 ટકા પર આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion