શોધખોળ કરો

પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ

આધાર કાર્ડમાં બાયોમેટ્રિક વિગતો હોય છે, જેની મદદથી છેતરપિંડી થઈ શકે છે

આધાર કાર્ડ આજના સમયનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડમાં બાયોમેટ્રિક વિગતો હોય છે, જેની મદદથી છેતરપિંડી થઈ શકે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડ લોક કરવું જરૂરી બની જાય છે. જો તમે આધારની બાયોમેટ્રિક વિગતો લોક કરો છો તો તમને વધુ સિક્યોરિટી મળી શકે છે. આધાર કાર્ડ લોક કરીને તમારી મંજૂરી વિના તમારા પ્રિન્ટ અને આઇરિસ સ્કેન વેરિફિકેશન કરી શકાશે નહીં. આ તમને તમારી આધાર સંબંધિત એક્ટિવિટીને કંન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આધાર લોકની પ્રક્રિયા સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. આ ફીચરને કેવી રીતે એક્ટિવ કરશો ચાલો જાણીએ ?

આધાર બાયોમેટ્રિક લોક

આધાર બાયોમેટ્રિક લૉક તમારા ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન અને ફેસ ડેટાને દુરુપયોગથી બચાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ એક સિક્યોરિટી ફીચર છે. આ લોકને એક્ટિવ કરવાથી, તમારી પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ આઈડી વેરિફિકેશન, નાણાકીય વ્યવહારો અથવા સિમ કાર્ડ જાહેર કરી શકશે નહીં. યુઝર UIDAI પોર્ટલ અથવા mAadhaar એપ્લિકેશન દ્વારા કોઈપણ સમયે બાયોમેટ્રિક્સને લોક અથવા અનલોક કરી શકે છે.

આધાર બાયોમેટ્રિક્સ ઓનલાઈન કેવી રીતે લોક કરવું

તમારા આધાર બાયોમેટ્રિક્સને લોક કરવા માટે તમારે પહેલા આધાર વર્ચ્યુઅલ ID (VID) જનરેટ કરવાની જરૂર છે. આ કરવા માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરી શકો છો અને 'VID જનરેટર' વિકલ્પ પર ક્લિક કરી શકો છો.

સૌ પ્રથમ UIDAI myAadhaar પોર્ટલ પર જાવ.

આ પછી નીચે સ્ક્રોલ કરો અને 'લોક/અનલોક આધાર' વિકલ્પ પર ક્લિક કરો.

પછી તમારે 'નેક્સ્ટ' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આધાર વર્ચ્યુઅલ આઈડી (VID)

પૂરું નામ

પિન કોડ

કેપ્ચા કોડ

પછી OTP વેરિફાઇ કરો. ચકાસણી પછી તમારા આધાર બાયોમેટ્રિક્સ લોક થઈ જશે.

આ તમારા આધારની વિગતોને સુરક્ષિત રાખે છે. સુરક્ષાનું વધારાનું સ્તર પણ આપે છે.

mAadhaar એપનો ઉપયોગ કરીને આધાર બાયોમેટ્રિક્સ કેવી રીતે લોક કરવું

સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી mAadhaar એપ ડાઉનલોડ કરો.

આ પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી એપમાં લોગિન કરો.

પછી 'my aadhaar'  આઇકોન પર ક્લિક કરો.

તમારો આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને OTP ચકાસણી પૂર્ણ કરો.

તમારા આધાર બાયોમેટ્રિક્સને લોક કરવા માટે ‘બાયોમેટ્રિક લોક’ વિકલ્પ પસંદ કરો.

એકવાર ઓન થયા પછી આ સુવિધા તમારા ફિંગરપ્રિન્ટ, આઇરિસ અને ફેસ ડેટાને બિનજરૂરી ઍક્સેસથી સુરક્ષિત કરે છે.

SMS દ્વારા બાયોમેટ્રિક્સ કેવી રીતે લોક કરવું

જો તમે તમારા આધાર બાયોમેટ્રિક્સને લોક કરવા માંગો છો પણ તમારી પાસે ઇન્ટરનેટ ઍક્સેસ નથી તો તમે SMS નો ઉપયોગ કરીને સરળતાથી બાયોમેટ્રિક્સ લોક કરી શકો છો.

તમારા આધાર લિંક્ડ મોબાઇલ નંબર પરથી 1947 પર [GETOTP (સ્પેસ) આધારના છેલ્લા 4 અંકો] મેસેજ મોકલો.

પછી SMS દ્ધારા OTP વેરિફાય કરો.

જો તમારો ફોન નંબર અનેક આધાર નંબરો સાથે જોડાયેલ છે, તો છેલ્લા 4 ને બદલે છેલ્લા 8 અંકોનો ઉપયોગ કરો.

આ રીતે તમારા બાયોમેટ્રિક્સ લોક થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
Weather Forecast: દેશના આ રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી, તો 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Weather Forecast: દેશના આ રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી, તો 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Vadodara:
Vadodara: "તું જે સ્કૂલમાં ભણ્યો તેનો હું પ્રિન્સિપાલ છું", વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Embed widget