શોધખોળ કરો
હવે LPG સિલિન્ડર માત્ર એક ‘મિસ્ડ કોલ’થી બુક કરાવી શકાશે, આ રહ્યો નંબર
પહેલાની જેમ હવે ગ્રાહકોને લાંબા સમય સુધી કૉલ હોલ્ડ પર નહી રાખવો પડે. સાથે જ મિસ્ડ કૉલ દ્વારા બુકિંનો એક ફાયદો પણ છે.

નવી દિલ્હી : એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવું હવે ઇન્ડેન ગેસ ગ્રાહકો માટે બસ એક મિસ કોલ જેટલું દૂર છે. ઇન્ડિયન ઓઇલ એલપીજી ગ્રાહકો હવે ફક્ત મિસ કોલ કરીને દેશના કોઈપણ ખૂણામાં સિલિન્ડર બુક કરાવી શકે છે. મિસ્ડ કોલ્સ માટે ઇન્ડેને જારી કરેલો નંબર છે - 8454955555 - છે. શુક્રવારે આ અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. માત્ર મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક સરળતાથી મળશે. પહેલાની જેમ હવે ગ્રાહકોએ લાંબા સમય સુધી કોલ પકડી રાખવો પડશે નહીં. ઉપરાંત, મિસ્ડ કોલ્સ દ્વારા બુક કરવાનો એક ફાયદો એ છે કે આઇવીઆરએસ કોલ્સની જેમ, ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. શુક્રવારે આ અંગે એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું. મિસ્ડ કૉલ દ્વારા LPG સિલિન્ડર સરળતાથી બુક થઇ શકશે. પહેલાની જેમ હવે ગ્રાહકોને લાંબા સમય સુધી કૉલ હોલ્ડ પર નહી રાખવો પડે. સાથે જ મિસ્ડ કૉલ દ્વારા બુકિંનો એક ફાયદો પણ છે કે આઇવીઆરએસ કૉલ્સની જેમ ગ્રાહકોએ કોઇ વધારાનો ચાર્જ પણ નહી ચુકવવો પડે. આ સુવિધાથી એવા લોકોને પમ ગેસ બુક કરાવવામાં સરળતા રહેશે જે IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરતા હતા. વળી વૃદ્ધ લોકો માટે પણ સુવિધા વધારે અનુકૂળ રહેશે. તેલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે ભુવનેશ્વરથી મિસ્ડ કોલ સુવિધા શરૂ કરી. ભુવનેશ્વરમાં LPG કનેક્શન માટે મિસ્ડ કૉલ સર્વિસ પણ લૉન્ચ કરવામાં આવી છે. જલ્દી જ તેને અન્ય શેરોમાં લૉન્ચ કરવામાં આવશે. આ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ગેસ એજન્સીઓ અને ડિસ્ટ્રીબ્યૂટર્સે કહ્યું કે તે સુનિશ્વિત કરે કે ગેસ ડિલિવરીનો સમયગાળો એક દિવસથી ઓછો કરીને કેટલાંક કલાકોનો કરવામાં આવે.
વધુ વાંચો





















