શોધખોળ કરો

Digital Rupee: દેશમાં ડિજિટલ રૂપિયો ક્યાંથી અને કેવી રીતે મળશે ? શું છે તેના ફાયદા, જાણો સંપૂર્ણ વિગતો

ડિજિટલ રૂપિયો અથવા ઈ-રૂપી એ નોટ અને સિક્કાનું ડિજિટલ અથવા ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. ઈ-રૂપિયાની શરૂઆત બાદ હવે તમારે નોટ કે સિક્કા રાખવાની જરૂર નથી.

How To Buy Digital Rupee Currency In India :  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા  દ્વારા દેશમાં ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ રૂપિયો લોન્ચ કરવામાં આવ્યો હતો. RBI દ્વારા લોન્ચ કરાયેલ ડિજિટલ રૂપિયો (e₹-R) દેશમાં દુકાનોમાંથી તમામ પ્રકારની ખરીદી માટે ઉપયોગમાં લેવાય છે. આ ડિજિટલ રૂપિયો લીગલ ટેન્ડર હેઠળ જારી કરવામાં આવ્યો છે. તે ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. દેશમાં ઈ-રુપીની સુવિધા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. NPCI ઈ-રૂપિયાની ચુકવણી માટે QR કોડ પણ જારી કરી રહી છે.

ડિજિટલ રૂપિયો શું છે

ડિજિટલ રૂપિયો અથવા ઈ-રૂપી એ નોટ અને સિક્કાનું ડિજિટલ અથવા ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. ઈ-રૂપિયાની શરૂઆત બાદ હવે તમારે નોટ કે સિક્કા રાખવાની જરૂર નથી. તમે આ ઈ-રૂપિયાનો ઉપયોગ શોપિંગ કે અન્ય કોઈપણ વ્યવહાર માટે કરી શકો છો. આમાં તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું પડશે. ડિજિટલ રૂપિયો બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત છે.

આ વ્યવહારો હશે

ડિજિટલ મની સાથે, તમે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) અને વ્યક્તિ-થી-મર્ચન્ટ (P2M) વ્યવહારો કરી શકો છો. તમે તેનો ઉપયોગ કોઈપણ દુકાનમાં કોઈપણ વસ્તુ ખરીદવા માટે કરી શકો છો. તમને દુકાનદારના QR કોડને સ્કેન કરવાનો અને ડિજિટલ વૉલેટમાં જમા કરાયેલા ઈ-રૂપિયા વડે ચુકવણી કરવાનો વિકલ્પ પણ મળે છે.

દેશના કયા શહેરોમાં મળશે ડિજિટલ રૂપિયાની સુવિધા

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પાયલોટ પ્રોજેક્ટની 8 બેંકો પાસે ડિજિટલ રૂપિયા ઉપલબ્ધ કરાવવા વિશે માહિતી આપી છે. જેમાં પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરમાં સુવિધા શરૂ થશે. બીજા તબક્કામાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને શિમલામાં ડિજિટલ રૂપિયા ઉપલબ્ધ થશે.

આ બેંકોમાં ડિજિટલ રૂપિયા ઉપલબ્ધ થશે

આ સુવિધા પ્રથમ તબક્કાની 4 બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક  અને IDFC ફર્સ્ટ બેંક મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરમાં ઉપલબ્ધ થશે. બીજા તબક્કામાં, બેંક ઓફ બરોડા (BOI), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI), HDFC બેંક (HDFC) અને કોટક મહિન્દ્રા બેંક (કોટક) દ્વારા ડિજિટલ રૂપિયા ઉપલબ્ધ થશે.

આ રીતે તમે ડિજિટલ મની મેળવી શકો છો

તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકની એપ અથવા વેબસાઈટ પરથી ડિજિટલ રૂપિયા ખરીદી શકો છો. આ માટે બેંકો દ્વારા ગ્રાહકોના મોબાઈલ અથવા અન્ય કોઈપણ ઉપકરણમાં ડિજિટલ વોલેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકો આ ડિજિટલ ચલણ તેમના બેંક વોલેટમાં રાખી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget