શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો માર, રસોઇ ગેસના ભાવમાં કેટલો થયો વધારો ? જાણો
નવી દિલ્હીમાં આજથી સબસિડી વગરના 14.2 કિલોગ્રામ રસોઇ ગેસ સિલિન્ડર 590 રૂપિયાનો મળશે. ઓગસ્ટમાં તેની કિંમત 574.50 રૂપિયા હતી.
નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 સપ્ટેમ્બર 2019થી સબસિડી વગરના ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયાનો વધારો કર્યો છે. CNGની કિંમતોમાં 50 થી 55 પૈસા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. રસોઇ ગેસ અને સીએનજીની કિંમતોમાં વધારો થવાથી કાર ચલાવવી પણ મોંઘી થઇ ગઇ છે.
નવી દિલ્હીમાં આજથી સબસિડી વગરના 14.2 કિલોગ્રામ રસોઇ ગેસ સિલિન્ડર 590 રૂપિયાનો મળશે. ઓગસ્ટમાં તેની કિંમત 574.50 રૂપિયા હતી. કોલકાત્તામાં સિલિન્ડર 601 ની જગ્યાએ 616.50 રૂપિયા, મુંબઇમાં 546.50ની જગ્યાએ 562 રૂપિયા, ચેન્નાઇમાં 590.50 ની જગ્યાએ 606.50 રૂપિયામાં સિલિન્ડર મળશે.
આ ઉપરાંત 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1054.50 રૂપિયા, કોલકાતામાં 1114.50 રૂપિયા, મુંબઇમાં 1008.50 રૂપિયા અને ચેન્નાઇમાં 1174.50 રૂપિયા છે. છેલ્લા બે મહિનામાં સિલિન્ડરની કિંમતોમાં સતત ઘટાડા બાદ આ વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion