શોધખોળ કરો
Advertisement
મારુતિએ આ કારને નવા અવતારમાં કરી લોન્ચ, જાણો જૂના મોડલની તુલનામાં કિંમતમાં કેટલો થયો વધારો
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ હેચબેક ઇગ્નિસને નવા અવતારમાં લોન્ચ કરી છે. 2019 મારુતિ સુઝુકી ઇગ્નિસની એક્સ શો રૂમ (દિલ્હી) કિંમત 4.79 લાખ રૂપિયા છે. તેની સ્ટાઇલમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. નવી ઇગ્નિસમાં અનેક નવા સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
મારુતિ ઇગ્નિસમાં રિવર્સ પાર્કિંગ, સેન્સર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને પેસેન્જર સાઇડ સીટબેલ્ટ રિમાઇન્ડર તમામ આપવામાં આવ્યા છે. નવી ઇગ્નિસમાં જૂના મોડલવાળું જ સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, એટલે કે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી ફેસલિફ્ટ બનેલો અને નવી વેગનઆરની જેમ સ્માર્ટપ્લે સ્ટુડિયો નથી આપવામાં આવ્યા.
એર સ્ટ્રાઇકની અસર પાકિસ્તાનના શેર બજાર પર દેખાઇ, કરાંચી સ્ટૉક એક્સચેન્જ તૂટીને તળીયે બેસ્યું
મિકેનિકલી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 1.2 લીટર K12 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 1197cc, 4 સિલિન્ડરવાળું આ એન્જિન 6000 rpm પર 83 bhpનો પાવર અને 4200 rpm પર 113 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનું ઓપ્શન ઉપલબ્ધ છે.
ભારતે પાકિસ્તાનના લડાકૂ વિમાનને તોડ્યુ, અમારુ મિગ-21 ક્રેશ, એક પાયલટ મિસિંગઃ MEA
જૂના મોડલની તુલનામાં નવા મોડલની કિંમત વધારવામાં આવી છે. બેસ વેરિયન્ટ સિગ્માની કિંમત આશરે 13 હજાર રૂપિયા અને ટોપ વેરિયન્ટ આલ્ફા ઓટોમેટિકની કિંમત આશરે 9 હજાર રૂપિયા વધી ગઈ છે.
દિલ્હી: ભાજપના કયા મંત્રીએ નરેન્દ્ર મોદીને ઈશારો કર્યો ને PMએ વિજ્ઞાન ભવનમાં ભાષણ ટૂંકાવ્યું? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement