શોધખોળ કરો
Advertisement
મુકેશ અંબાણીએ સતત 11માં વર્ષે ન વધાર્યો પગાર, જાણો કેટલી લે છે સેલરી
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની સિટીંગ ફીસ તરીકે 7 લાખ રૂપિયા અને કમિશન તરીકે 1.65 કરોડ રૂપિયા મળ્યા છે.
નવી દિલ્હીઃ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ સતત 11માં વર્ષે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તેમનો વાર્ષિક પગાર 15 કરોડ રૂપિયા જાળવી રાખ્યો છે. આરઆઈએલે વાર્ષિક રિપોર્ટમાં કહ્યું, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની સેલરી 15 કરોડ રૂપિયા નિર્ધારીત કરવામાં આવી છે. મેનેજમેન્ટ સ્તર પર પગાર ઓછો રાખવાનો વ્યક્તિગત ઉદાહરણ રજૂ કરવાની ઇચ્છાને યથાવત રાખતા મુકેશ અંબાણીએ પગાર નથી વધાર્યો.
કંપનીમાં નિખિલ અને હિતલ મેસવાનીનું પેકેજ વધીને 20.57-20.57 કરોડ રૂપિયા થઇ ગયું છે. 2017-18માં તે પેકેજ 16.58-16.58 કરોડ રૂપિયા હતું. 2015-16માં નિખિલને 14.42 કરોડ જ્યારે હિતલને 14.41 કરોડ રૂપિયા મળ્યા હતા. 2014-15માં બન્નેનું પેકેજ 12.03-12.03 કરોડ રૂપિયા હતું.
કંપનીના અગ્રણી લોકોમાં સામેલ કાર્યકારી નિદેશ પી એમ પ્રસાદનું પેકેજ 2018-19માં 10.01 કરોડ રૂપિયા થયું હતું. 2017-18માં 8.99 કરોડ રૂપિયા હતું. રિફાઇનરી ચીફ પવન કુમારને 4.17 કરોડ રૂપિયા મળ્યા. 2017-18માં તેમનું પેકેજ 3.47 કરોડ રૂપિયા હતું.
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની સિટીંગ ફીસ તરીકે 7 લાખ રૂપિયા અને કમિશન તરીકે 1.65 કરોડ રૂપિયા મળ્યા છે. 2017-18માં આ ચૂકવણી 6 લાખ અને 1.5 કરોડ રૂપિયાની હતી. એસબીઆઇના પૂર્વ ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યને કમિશન પેટે 75 લાખ રૂપિયા મળ્યા. તેમણે 17 ઓક્ટોબર 2018ના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એગ્ઝીક્યૂટિવ ડાયરેક્ટર તરીકે તેમને સામેલ કરવામાં આવ્યાં હતાં.
લાંબા વિરામ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ શરૂ થયો વરસાદ, જાણો વિગત
લગ્ન બાદ પ્રિયંકાએ સેલિબ્રેટ કર્યો પ્રથમ બર્થ ડે, તસવીરો થઈ વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion