(Source: ECI/ABP News/ABP Majha)
IPO: આગામી સપ્તાહમાં ખુલી રહ્યો છે Netweb Technologiesનો IPO, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
જો તમે આઇપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે
જો તમે આઇપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. આગામી અઠવાડિયે માર્કેટમાં નવો IPO આવી રહ્યો છે. Netweb Technologies India Limitedનો IPO 17મી જૂલાઈએ ખુલશે. IPOની સાઇઝ 631 કરોડ રૂપિયા છે. તમે તેમાં 17 જૂલાઈથી 19 જૂલાઈ સુધી બોલી લગાવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે પણ તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તેની કિંમત સહિત અન્ય વિગતો વિશે જણાવી રહ્યા છીએ.
શું છે Netweb Technologies ના IPOનું કદ?
Netweb Technologies કંપની કોમ્પ્યુટર-સંબંધિત ડેટાને લગતા સોલ્યુશન આપે છે. કંપની 631 કરોડ રૂપિયાનો IPO લાવવાની છે. આ કંપનીએ IPOની કિંમત રૂ.475 થી રૂ.500 નક્કી કરી છે. આ IPO દ્વારા કંપની રૂ. 206 કરોડના પ્રેસ શેર ઇશ્યૂ કરશે. અને બાકીની રકમ ઓફર ફોર સેલ દ્વારા આપવામાં આવશે. ઓફર ફોર સેલ દ્વારા કુલ 85 લાખ શેર જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે આ IPO એન્કર રોકાણકારો માટે 14 જૂલાઈએ જ ખોલવામાં આવશે.
શેર ક્યારે અલોટ કરાશે ?
નોંધનીય છે કે કંપનીએ IPOમાં 30 જેટલા શેરની લૉટ સાઇઝ નક્કી કરી છે. આવી સ્થિતિમાં 475 થી 500 રૂપિયા પ્રતિ શેર પર તમારે ઓછામાં ઓછા 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ કંપનીના શેર 24મી જૂલાઈના રોજ ફાળવવામાં આવશે અને તેનું લિસ્ટિંગ 27મી જૂલાઈએ થઈ શકશે. શેરનું લિસ્ટિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં થશે. કંપનીએ કુલ IPOમાંથી 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB), 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય NII માટે રિઝર્વ રાખ્યા છે.
IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનું કંપની શું કરશે?
કંપની આ IPO દ્વારા એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. કંપની દ્વારા કેટલીક રકમનો ઉપયોગ તેની જૂની લોન ચૂકવવા માટે કરવામાં આવશે. નવીન લોઢા, વિવેક લોઢા અને નીરજ લોઢા જેવા કંપનીના ઘણા પ્રમોટર્સ આ IPO દ્વારા તેમનો હિસ્સો વેચશે.
Join Our Official Telegram Channel: