(Source: ECI/ABP News/ABP Majha)
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
New Rules: તહેવારોની સીઝનની શરૂઆત સાથે 1 ઓક્ટોબરથી ટેક્સ, ઈન્સ્યોરન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ સ્કીમ્સમાં ઘણા નિયમો બદલાઈ રહ્યા છે
New Rules: તહેવારોની સીઝનની શરૂઆત સાથે 1 ઓક્ટોબરથી ટેક્સ, ઈન્સ્યોરન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ સ્કીમ્સમાં ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. આ ફેરફારો તમને સીધી અસર કરશે.
નાની બચત યોજનાના વ્યાજ દરો બદલાશે
નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં સુધારો થશે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી લાગુ રહેશે. વ્યાજદર ઘટાડવાનું ચક્ર શરૂ થઈ ગયું છે આવી સ્થિતિમાં આના દરો પણ ઘટાડી શકાય છે. આ તમારી બચતને અસર કરશે.
ફરી વિવાદ સે વિશ્વાસ સ્કીમ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) વિવાદ સે વિશ્વાસ યોજનાને ફરીથી શરૂ કરશે. આ ટેક્સ વિવાદોને ઉકેલવામાં, મુકદ્દમા અને સંબંધિત ખર્ચ ઘટાડવામાં મદદ કરશે. આ યોજના 31 ડિસેમ્બર સુધી ચાલશે.
જીવન વીમા પૉલિસીના નાણાં પર ઓછો ટેક્સ
કલમ 194DA: હવે 2 ટકા TDS જીવન વીમા પૉલિસીની પાકતી મુદત પર અથવા કોઈપણ આકસ્મિકતા પર પ્રાપ્ત રકમ પર કાપવામાં આવશે. અગાઉ તે 5 ટકા હતો.
પોલિસી સરેન્ડર પર વધુ મૂલ્ય
જો તમે પૉલિસી સરેન્ડર કરશો તો તમને હવે વધુ પૈસા પાછા મળશે, ભલે તે પહેલા વર્ષ બાદ સરેન્ડર કરવામાં આવે. પહેલા આમાં પૈસા મળતા ન હતા.
ભાડા પરનો TDS 5 થી ઘટાડીને 2 ટકા કર્યો
કલમ 194IB: જો અમુક વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ માસિક 50,000 રૂપિયાનું ભાડું ચૂકવે છે તો હવે મકાનમાલિકે તેના પર માત્ર બે ટકા TDS કાપવો પડશે. અગાઉ તે પાંચ ટકા હતો. આ સાથે હવે મકાનમાલિકને વધુ પૈસા મળશે.
સ્થાવર મિલકત પર 1 ટકા TDS
કલમ 194IA: જો સ્થાવર મિલકતની કિંમત અથવા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય 50 લાખ કે તેથી વધુ હોય તો તેના પર 1 ટકા TDS કાપવામાં આવશે. ભલે 10 લોકો એકસાથે અથવા એક વ્યક્તિ તેને ખરીદે છે.
ઈ-કોમર્સ પર સામાન વેચવા પર રાહત
સેક્શન 194O: હવે ઈ-કોમર્સ કંપનીઓએ માત્ર 0.01 ટકા ટેક્સ કાપવો પડશે, જે પહેલા એક ટકા હતો. વિક્રેતાઓ પરનો નાણાકીય બોજ ઓછો થશે.
છૂટક ઉધાર લેનારાઓને વધુ સ્પષ્ટતા
આરબીઆઈના નવા નિયમો હેઠળ બેન્કો અને એનબીએફસીએ લોન આપતી વખતે લોન લેનારને સરળ ભાષામાં બધું સમજાવવું પડશે. આમાં લોનની કિંમત, વ્યાજ, શરતો અને અન્ય શુલ્ક સામેલ છે. તેનાથી પારદર્શિતા વધશે.
વીમામાં બીમારીની પ્રતિક્ષાનો સમયગાળો ઓછો થયો
હવે સ્વાસ્થ્ય વીમો લેવા માટે મહત્તમ રાહ જોવાનો સમયગાળો ત્રણ વર્ષનો રહેશે. પહેલા ચાર વર્ષ હતી. આ જૂની પોલિસીના રિન્યૂ કરવા સમયે પણ લાગુ થશે. જો તમે અગાઉ એન્ડોમેન્ટ પોલિસીમાંથી બહાર નીકળો છો, તો તમને વધુ પેઆઉટ મળશે.
બાયબેકઃ હવે રોકાણકારોએ ટેક્સ ચૂકવવો પડશે
હવે રોકાણકારોએ શેર બાયબેકમાં 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. અગાઉ તે કંપનીઓ દ્વારા આપવામાં આવતી હતી અને રોકાણકારની આવક કરમુક્ત હતી. બાયબેકની આવકને હવે ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે.
બોનસ ઈશ્યુ રેકોર્ડ તારીખથી બે દિવસમાં ઉપલબ્ધ થશે
સેબીના નવા નિયમો અનુસાર, બોનસ ઇશ્યૂ રેકોર્ડ તારીખથી બે દિવસ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં બે અઠવાડિયા લાગે છે