શોધખોળ કરો

મોદી સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરી દેશે ?  કેમ ચાલી રહી છે આ અટકળો ? 

2019-20માં 2000ની ચલણી નોટના છાપકામનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં ધડાકો કરાયો છે કે,  આ વર્ષે 2000 રૂપિયાની એક ણ નવી ચલણી નોટ નથી છાપવામાં આવી. એટલું જ નહીં પણ ધીરે ધીરે બે હજાર રૂપિયાની ચલણી નોટોનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. તેના કારણે એવી અટકળો તેજ બની છે કે, મોદી સરકાર ધીર ધીરે બે હજાર રૂપિયાની ચલણી નોટો બંધ કરી દેશે. જો કે મોદી સરકાર કે રીઝર્વ બેંક દ્વારા સત્તાવાર રીતે આ અંગે કશું કહેવાયું નથી પણ કેટલાક મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. આરબીઆઈ 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા મુજબ,2018માં દેશમાં ફરી  રહેલી કુલ ચલણ નોટોમાંથી 3.3 ટકા એટલે કે 33,632 લાખ 2000 રૂપિયાની નોટ હતી. વર્ષ 2019માં રૂપિયા 2000ની નોટ ઘટીને 32910 લાખ થઈ અને  માર્ચ 2020 સુધીમાં ઘટીને 27,398 લાખ પીસ થઈ ગઈ છે. 2019-20માં 2000ની ચલણી નોટના છાપકામનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી. જ્યારે રૂપિયા 500ની 1,463 કરોડ નોટ છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે 1,200 કરોડ નોટ પૂરી પાડવામાં આવી હતી. 2019-20માં બીઆરબીએનએમપીએલ તથા એસપીએમસીઆઈએલે 100ની 330 કરોડ નોટ છાપવાનો ઓડર આપ્યો હતો. 50ની 240 કરોડ નોટ, 200ની 205 કરોડ નોટ, 10ની 147 કરોડ નોટ અને 20ની 125 કરોડ નોટ છાપવાનો ઓર્ડર આપ્યો હતો. નોટબંધી બાદ દેશમાં પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં બે હજાર રૂપિયાની 5,512 લાખ નોટનું ચલણ ઓછું થયું છે. મૂલ્યના હિસાબે જોવામાં આવે તો 2018માં કુલ નોટની 37.3 ટકા એટલે કે 6,72,642 કરોડ રૂપિયાની મૂલ્યની 2000ની નોટ ચલણંમાં હતી. વર્ષ 2019માં 6,58,199 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટ સર્કુલેશનમાં હતી, જે માર્ચ 2020માં ઘટીને 5,47,952 કરોડ રૂપિયાના મૂલ્ય જેટલી રહી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget