શોધખોળ કરો
સતત 9માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયો વધારો? જાણો શું છે નવો ભાવ?
છેલ્લા 8 દિવસથી સતત ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલ 4.52 રૂપિયા મોંઘું થયું છે જ્યારે ડીઝલ 4.64 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે

નવી દિલ્હી: તેલ કંપનીઓએ આજે એટલે સોમવારે એકવાર ફરી પેટ્રોલની કિંમતમાં 0.48 પૈસા લીટર અને ડીઝલની કિંમતમાં 0.59 પૈસાનો વધારો કર્યો છે. નવમાં દિવસે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 76.26 પ્રતિ લીટર જ્યારે ડીઝલ 74.63 પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. છેલ્લા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 5.21 રૂપિયા લીટરે વધારો થયો છે. નોંધનીય છે કે, ઈરાન સરકારે 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ત્યાર બાદ તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એસપીસીએલ)એ કિંમતોની દૈનિકા સમિક્ષા રોકી દીધી હતી. નોંધનીય છે કે, છેલ્લા 8 દિવસથી સતત ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલ 4.52 રૂપિયા મોંઘું થયું છે જ્યારે ડીઝલ 4.64 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. ડીઝલ અને પેટ્રોલની કિંમત અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે. કારણ કે રાજ્ય આની પર અલગ-અલગ વેટ લગાવે છે. જ્યારે વધારે વેટ લાગે છે ત્યાં ડીઝલ અને પેટ્રોલની કિંમતો પણ વધારે હોય છે.
વધુ વાંચો





















