શોધખોળ કરો
Advertisement
દેશમાં સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, હજુ પણ વધી શકે છે ભાવ
ઓપેક અને સંલગ્ન દેશો ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવા સંમત થયા છે તેથી આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 60 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. આ પહેલા રવિવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ ઈંધની કિંમતમાં કરવામાં આવનારા દૈનિક બદલાવને ફરી શરૂ કર્યુ છે.
ઓપેક અને સંલગ્ન દેશો ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવા સંમત થયા છે તેથી આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે. દેશમાં અનલોક 1 દરમિયાન છૂટછાટ મળવાની સાથે રસ્તા પર ફરી વાહનો દોડતા થયા છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલની માંગ પણ વધી છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.86 રૂપિપાથી વધીને 72.46 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ 69.99 રૂપિયાથી વધીને 70.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 74.46 રૂપિયા અને ડીઝલની કિંમત 66.71 રૂપિયા પર પહોંચી છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 69.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.37 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement