શોધખોળ કરો
Advertisement
ઇ-પેમેન્ટ ફેઇલ થશે તો બેન્ક દરરોજ આપશે 100 રૂપિયાનો દંડ
આરબીઆઇએ તમામ ઓપરેટરો અને અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને સર્કુલર જાહેર કરી આ વાત કરી હતી.
નવી દિલ્હીઃ જો તમારું ઓનલાઇન ટ્રાજેક્શન કોઇ કારણે ફેઇલ થઇ જાય છે અને એક દિવસની અંદર પૈસા પાછા નથી મળતા તો દરરોજ તમને 100 રૂપિયા મળશે. ભારતીય રિઝર્વ બેન્કે એક સર્કુલર જાહેર કર્યું છે કે ટ્રાજેક્શન ફેઇલ થવા પર એક દિવસની અંદર ગ્રાહકને પૈસા પાછા નથી મળતા ત્યાં સુધી બેન્ક અને ડિઝિટલ વોલિટ્સને તમને દરરોજ 100 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે. નવો નિયમ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, ઇમીડિએટ પેમેન્ટ સિસ્ટમ, ઇવોલિટ્સ, કાર્ડ ટુ કાર્ડ પેમેન્ટ, નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ પર લાગુ થશે. આરબીઆઇએ તમામ ઓપરેટરો અને અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને સર્કુલર જાહેર કરી આ વાત કરી હતી.
આરબીઆઇએ કહ્યું કે સ્ટેકહોલ્ડર્સની સાથે ચર્ચા કર્યા બાદ અસફળ ટ્રાજેક્શનના પૈસા ખાતામાં પહોંચવા માટે ટાઇમફ્રેમ અને દંડની રકમ નક્કી કરી છે. આ પગલાથી ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધશે અને સાથે જ અસફળ લેવડદેવડના પ્રોસેસમાં યુનિફોર્મિટી આવશે.
ડિઝિટલ લેવડદેવડ સિવાય આરબીઆઇએ નોન ડિઝિટલ ટ્રાજેક્શન માટે ટાઇમલાઇન નક્કી કરી છે. એટીએમ અને માઇક્રો એટીએમમાં ફેઇલ ટ્રાજેક્શન માટે ખાતામાં પૈસા પહોંચવા માટે પાંચ દિવસનો સમય નક્કી કર્યો છે. ત્યારબાદ દરરોજ 100 રૂપિયો દંડ આપવો પડશે. પોઇન્ટ ઓફ સેલ (કાર્ડ સ્વાઇન મશીન) અને ઓનલાઇન પેમેન્ટ્સ મામલામાં આ સમયગાળો 5 દિવસનો રહેશે. સર્કુલર અનુસાર જ્યાં આર્થિક વળતરની વાત હોય તો ગ્રાહકના ખાતામાં જલદી પહોંચવા જોઇએ ગ્રાહક તરફથી ફરિયાદ નોંધાયાની રાહ જોવી જોઇએ નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement