(Source: ECI/ABP News/ABP Majha)
RBI લૉન્ચ કરશે Digital Rupee, રોકડ રાખવાની ઝંઝટ ખત્મ, જાણો તેના ફાયદાઓ
ભારતીય રિઝર્વ બેન્ક આજે Digital Rupee લોન્ચ કરશે
Digital Rupee: ભારતીય રિઝર્વ બેન્ક આજે Digital Rupee લોન્ચ કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પહેલા આ Digital Rupee ને હોલસેલ સેગમેન્ટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક આવતા મહિને રિટેલ સેગમેન્ટની ડિજિટલ કરન્સી લોન્ચ કરી શકે છે. રિટેલ સેગમેન્ટનો Digital Rupeeને પસંદગીના સ્થળોએ અને નજીકના જૂથના ગ્રાહકો અને વેપારીઓ માટે ઓફર કરવામાં આવશે. આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલીવાર ડિજિટલ કરન્સીનો ઉલ્લેખ કર્યો હતો. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ નાણાકીય વર્ષમાં Digital Rupee રોલ આઉટ કરવામાં આવશે.
ભારતીય રિઝર્વ બેંકે 7 ઓક્ટોબરે CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) પર એક કન્સેપ્ટ નોટ રજૂ કરી હતી, જેમાં ટૂંક સમયમાં જ Digital Rupee નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, અત્યારે માત્ર પાયલોટ પ્રોજેક્ટૉ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. જે પસંદગીના લોકો માટે રોલઆઉટ કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો આ પાયલટ યુઝ કેસ યુઝર્સ વચ્ચે Digital Rupee અંગે જાગૃતિ લાવશે. જેથી તેઓને ભવિષ્યમાં આવા ચલણનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
આરબીઆઈએ 31 ઓક્ટોબર, 2022ના રોજ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "સરકારી સિક્યોરિટીઝના રૂપમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શનના સેટલમેન્ટ માટે પ્રથમ પાયલોટ (હૉલસેલ સેગમેન્ટ) યુઝ કેસ લાવવામાં આવી રહ્યો છે. તેનો યુઝ ઇન્ટર બેન્ક માર્કેટ માટે અસરકારક છે. કદાચ Digital Rupee નો ઉપયોગ ભવિષ્યમાં આ પ્રાયોગિક ધોરણે હોલસેલ ટ્રાજેક્શન, ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ વગેરે માટે થઈ શકે છે.
રોકડમાં કન્વર્ટ કરી શકો છો
RBI અનુસાર, CBDC (ડિજિટલ રૂપિયો) ચુકવણીનું એક માધ્યમ હશે, જે તમામ નાગરિકો, વેપાર, સરકાર અને અન્ય લોકોને કાનૂની ટેન્ડર તરીકે જાહેર કરવામાં આવશે. તેની કિંમત સુરક્ષિત સ્ટોરની લીગલ ટેન્ડર નોટ (વર્તમાન ચલણ) જેટલી હશે. યુઝર્સ તેને સરળતાથી બેંક મની અને રોકડમાં કન્વર્ટ કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી રવિ શંકરે કહ્યું હતું કે આ ડિજિટલ કરન્સી બિટકોઈન જેવી અન્ય વર્ચ્યુઅલ કરન્સીને ખતમ કરીને માર્કેટમાં સારી જગ્યા બનાવશે. કેન્દ્રીય બેંક શરૂઆતથી જ બિટકોઈન જેવી ક્રિપ્ટો અને વર્ચ્યુઅલ કરન્સીનો વિરોધ કરી રહી છે.
CBDCના ફાયદા
RBI એ ડિજિટલ કરન્સીને બે કેટેગરી CBDC-W અને CBDC-Rમાં ડિવાઇડ કરે છે. CBDC-W નો ઉપયોગ હૉલસેલ કરન્સીના રૂપમાં ઉપયોગ કરી શકાશે. જ્યારે CBDC-R નો ઉપયોગ રિટેલ કરન્સીના રૂપમાં કરી શકાશે. તમામ ખાનગી, બિન-નાણાકીય ગ્રાહકો અને વ્યવસાયો તેનો ઉપયોગ કરી શકશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, Digital Rupeeના કારણે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા વધશે.