RBI MPC: NRIને ભારતમાં રૂપિયા રાખવા પર મળશે સારુ રિટર્ન, RBIએ કરી મોટી જાહેરાત
RBI ગવર્નરે કહ્યું કે FCNR પર આ ડિસ્કાઉન્ટ આવતા વર્ષે 31 માર્ચ સુધી જ મળશે.

RBI Decisions on NRI Deposit: ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ બિન-નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈની ફોરેન કરન્સી ડિપોઝીટ પર વ્યાજ દર મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ પગલા દ્વારા રૂપિયા પરના દબાણ વચ્ચે મૂડી પ્રવાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ચાલુ સપ્તાહમાં જ રૂપિયો 84.75 પ્રતિ ડૉલરના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ નાણાકીય વર્ષની પાંચમી ક્રેડિટ પોલિસીની જાહેરાતમાં જણાવ્યું હતું કે વિદેશી ચલણ બિન-નિવાસી બેન્ક થાપણો એટલે કે FCNR (B) થાપણો પર વ્યાજ દરની મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ક્રમમાં આરબીઆઈએ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ની વિદેશી ચલણ થાપણો પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે.
FCNR (B) થાપણો પર કેટલું વ્યાજ વધ્યું તે જાણો
શુક્રવારથી બેન્કોને હવે નવા FCNR (B) થાપણો પર ચાર ટકાના દરે ટૂંકા ગાળાના વૈકલ્પિક સંદર્ભ દર (ARR) વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં એક વર્ષથી ત્રણ વર્ષ કરતાં ઓછા સમયગાળાની મુદત હતી, જ્યારે અગાઉ તે 2.50 હતી. એ જ રીતે ત્રણથી પાંચ વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર ARR પ્લસ પાંચ ટકા વ્યાજ આપી શકાય છે, જ્યારે અગાઉ આ મર્યાદા 3.50 ટકા હતી. RBI ગવર્નરે કહ્યું કે FCNR પર આ ડિસ્કાઉન્ટ આવતા વર્ષે 31 માર્ચ સુધી જ મળશે.
રૂપિયા પરના દબાણ વચ્ચે RBIએ લીધો મોટો નિર્ણય.
વિશ્વમાં વિદેશમાંથી સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ ભારતે તાજેતરમાં રૂપિયા પરના દબાણ વચ્ચે NRI થાપણો પર વધુ સારા વ્યાજ દરોની ઓફર કરી છે. દરમિયાન શક્તિકાંત દાસે 'ભારત કનેક્ટ' સાથેના જોડાણ મારફતે કરન્સી રિટેલ પ્લેટફોર્મની પહોંચને વિસ્તારવાની પણ જાહેરાત કરી હતી. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે અમેરિકી ડોલરની મજબૂતી અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના વેચાણના દબાણને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં રૂપિયામાં 1.3 ટકાનો ઘટાડો થયો છે. જોકે, તેમણે કહ્યું કે ઊભરતાં બજારોની સરખામણીમાં વધઘટ ઓછી રહી છે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે MSME માટે વિદેશી ચલણના ભાવમાં વધુ પારદર્શિતા અને ન્યાયીતા લાવવાના હેતુથી CCILએ 2019માં FX-રિટેલ પ્લેટફોર્મ રજૂ કર્યું હતું. હાલમાં આ પ્લેટફોર્મ ઈન્ટરનેટ-આધારિત એપ દ્વારા ઉપલબ્ધ છે પરંતુ હવે તેને NPCI ભારત કનેક્ટ દ્વારા સંચાલિત ભારત કનેક્ટ (અગાઉ ભારત બિલ પેમેન્ટ સર્વિસ) સાથે જોડવાનો પ્રસ્તાવ છે.
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
