Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Apple issues warning: એપલે તેના આઇફોન અને મેક યુઝર્સને ક્રોમ બ્રાઉઝર અને ગૂગલ એપ્સનો ઉપયોગ કરવાનું ટાળવાની સલાહ આપી છે.

એપલે તેના આઇફોન અને મેક યુઝર્સને ક્રોમ બ્રાઉઝર અને ગૂગલ એપ્સનો ઉપયોગ કરવાનું ટાળવાની સલાહ આપી છે. કંપનીએ પ્રાઈવેસીને લઈને વોનિંગ આપતા કહ્યું હતું કે ગૂગલના ટૂલ્સમાં ટ્રેકિંગ પદ્ધતિઓ છે જેને બંધ કરી શકાય નહીં. ટેક જાયન્ટે તેના સફારી બ્રાઉઝરને એક સુરક્ષિત ઓપ્શન ગણાવ્યો હતો અને યુઝર્સને તેને યુઝ કરવાની સલાહ આપી હતી.
'ફિંગરપ્રિન્ટ્સ' પર એપલનું ખાસ ધ્યાન
એપલની ચેતવણી ખાસ કરીને ફિંગરપ્રિન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફિંગરપ્રિન્ટ્સ એ ટ્રેકિંગની એક પદ્ધતિ છે જે ગયા વર્ષે સામે આવી હતી. એપલનું કહેવું છે કે આ ટેકનિક યુઝરના ડિવાઈસમાંથી અલગ અલગ ડેટા એકઠા કરીને એક યુનિક પ્રોફાઈલ તૈયાર કરે છે જેના આધાર પર જાહેરાતકર્તાઓ સમગ્ર વેબ પર યુઝરને ટાર્ગેટ કરીને એડ બતાવે છે. કૂકીઝની જેમ તેને ઓપ્ટ આઉટ કરવાનો ઓપ્શન પણ મળતો નથી. એપલનું કહેવું છે કે આ એક ગંભીર ચિંતા છે અને ગૂગલે તેના પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને ઉલટાવી દીધો છે.
ગૂગલ એપ્સ માટે એપલની ચિંતાઓ
એપલની ચેતવણી ક્રોમ સુધી મર્યાદિત નથી. કંપનીનું કહેવું છે કે ગૂગલ તેના સફારી બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે સેટ છે. દરેક સર્ચ પેજ પર યુઝર્સને ગૂગલ એપ પર સ્વિચ કરવા માટે કહેવામાં આવે છે. એપલનો દાવો છે કે આ એપ ક્રોમ કરતાં વધુ ડેટા એકત્રિત કરે છે, જેનાથી ગોપનીયતાની ચિંતાઓ વધી રહી છે.
યુઝર્સ પાસે કયા વિકલ્પો છે?
બ્રાઉઝર બદલવું તમારી પસંદગી હોઈ શકે છે, પરંતુ એપલ ઇચ્છે છે કે તેના યુઝર સફારીનો ઉપયોગ કરે. સફારી યઝર્સની પ્રાઈવેસીનું રક્ષણ કરે છે. તે ટ્રેકિંગ અને ખાનગી બ્રાઉઝિંગ ટૂલ્સને રોકવા માટે નવા AI ટૂલ્સ રજૂ કરી રહ્યું છે, જે વેબસાઇટ્સ યુઝર્સને ટ્રેક કરવાથી અટકાવે છે.
બ્રાઉઝર એક્સટેન્શનમાં છુપાયેલો છે ખતરો
મોટાભાગના લોકો એક્સટેન્શન ઇન્સ્ટોલ કરે છે અને વિચારે છે કે તે ફક્ત વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ સાધનો છે, પરંતુ કેટલાક એક્સટેન્શન તમારા બ્રાઉઝરની પૃષ્ઠભૂમિમાં માલવેર ચલાવી શકે છે. આ માલવેર તમારા બ્રાઉઝિંગ ડેટા, પાસવર્ડ્સ, ક્રેડિટ કાર્ડ માહિતી અને અન્ય સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. કેટલીકવાર, આ એક્સટેન્શન તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનને ધીમું કરે છે અથવા સતત પોપ-અપ્સ અને જાહેરાતો પ્રદર્શિત કરે છે.





















