શોધખોળ કરો

2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટુ અપડેટ, હજુ પણ લોકો પાસે છે 7117 કરોડ રૂપિયા

દેશમાં 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે

દેશમાં 2000 રૂપિયાની નોટો (2000 Rupee Note)  પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ લોકો પાસે હજુ પણ 7000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની આ ચલણી નોટો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓક્ટોબરના પ્રથમ દિવસે આ ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપ્યું હતું અને કહ્યું હતું કે બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદથી કુલ 98 ટકા નોટો પરત આવી ગઈ છે.

હજુ પણ 2 ટકા નોટ પરત આવી નથી

મંગળવાર 1 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ ચલણમાંથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની નોટ પરત કરવાના ડેટા શેર કરતી વખતે કહ્યું કે આ મૂલ્યની 98 ટકા નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. પીટીઆઈ અનુસાર, રિઝર્વ બેન્કે કહ્યું છે કે લોકો પાસે હજુ પણ 7,117 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ છે. આ નોટને ચલણમાંથી બહાર કાઢ્યા પછી શરૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે.

જૂલાઈથી અત્યાર સુધીમાં કેટલી નોટો પાછી આવી?

1 જુલાઈ, 2024ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો છે. જ્યારે 1 સપ્ટેમ્બર સુધીમાં પણ આ આંકડો 7000 કરોડ રૂપિયાથી નીચે આવ્યો નથી. આ બે મહિનામાં માત્ર 320 કરોડ રૂપિયાની નોટો જ પરત આવી શકી છે. હવે ઑક્ટોબરના ડેટાને જોતાં નોટો જમા કરવાની ધીમી ગતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. જ્યારે ગયા વર્ષે મે 2023માં જ્યારે આ નોટો બંધ કરવામાં આવી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો હતી અને 29 ડિસેમ્બર 2023 સુધીમાં આ આંકડો ઘટીને 9,330 કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

2000 રૂપિયાની નોટો ક્યારે અને શા માટે બંધ કરવામાં આવી?

RBIએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની 2000 રૂપિયાની નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેન્કે સ્થાનિક બેન્કો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે, ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી હતી.

તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો

આ નોટો હજુ પણ બદલી શકાય છે. જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. સેન્ટ્રલ બેન્કે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટો 19 આરબીઆઈ ઓફિસમાં જમા કરવામાં આવશે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જવા ઉપરાંત લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકે છે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget