શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકડાઉનમાં રિલાયન્સ Jioનો ધમાકો, 2GB સાથે નવા વાર્ષિક પ્લાનની જાહેરાત, ત્રણ એડ ઓન પેકની પણ મળશે સુવિધા
રિલાયન્સ જિઓના 2399 વાળા પ્લાનની સાથે તમને દરરોજ 2જીબી ડેટા મળશે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.
મુંબઈઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે નવા પ્લાન્સની જાહેરાત કરી છે. કંપનીએ નવા એડ ઓન પેક રજૂ કરવાની સાથે 2399 રૂપિયાના નવો વાર્ષિક પ્લાન પણ જાહેર કર્યો છે. એડ ઓન પેકની કિંમત 151, 201 અને 251 રૂપિયા છે.
રિલાયન્સ જિઓના 2399 વાળા પ્લાનની સાથે તમને દરરોજ 2જીબી ડેટા મળશે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં કુલ 730GB ડેટા મળશે. આ પ્લાનમાં જિઓ નેટવર્કની સાથે સાથે અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ તમામ ફાયદાઓ ઉપરાંત યૂઝર્સને My Jio એપમાં ઉપલબ્ધ અન્ય એપ્સનું એક્સેસ પણ મળશે જેમાં JioCinema, JioTV અને અન્ય સામેલ છે.
કંપનીની પાસે 2,121 રૂપિયાનો એક બીજો પ્લાન પણ છે જેમાં રોજના 1.5GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડીટી 336 દિવસની છે. ઉપરાંત તેમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય યૂઝર્સની સાથે કોલિંગ માટે 12,000 મિનિટ મળે છે. તેની સાથે જ પ્રતિદિવસ 100 એસએમએસ પણ ફ્રી છે. જ્યારે યૂઝર્સને My Jio એપમાં ઉપલબ્ધ અન્ય એપ્સનું એક્સેસ પણ મળશે જેમાં JioCinema, JioTV અને અન્ય સામેલ છે.
Reliance Jio Rs 151 એડ-ઓન પેક: આ પ્લાનમાં 30GB ડેટા મળે છે.
Reliance Jio Rs 201 એડ-ઓન પેક: આ પ્લાનમાં 40GB ડેટા મળે છે.
Reliance Jio Rs 251 એડ-ઓન પેક: આ પ્લાનમાં 50GB ડેટા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion