2000 હજારની ચલણી નોટને લઈને બેંકોની નવી ગાઈડલાઈન જાહેર, જાણો મહત્વની જાણકારી
બે હજારની ચલણી નોટને લઈને બેંકોની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ફોર્મની જરૂર ન હોવાનો સૂત્રોનો દાવો છે.
બે હજારની ચલણી નોટને લઈને બેંકોની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ફોર્મની જરૂર ન હોવાનો સૂત્રોનો દાવો છે. બેન્કમાં 2000ની ચલણી નોટ બદલવા જઈ રહ્યાં હોવ તો તમે આઈડી પ્રૂફ વગર 2000 રૂપિયાની નોટને બીજી નોટ સાથે બદલી શકો છો. આ માટે તમારે કોઇ ફોર્મની જરુર રહેતી નથી. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના પત્રમાં આ અંગેની જાણકારી આપી છે.
SBI clarifies that the facility of exchange of Rs 2000 denomination bank notes upto a limit of Rs 20,000 at a time will be allowed without obtaining any requisition slip pic.twitter.com/TP6t2n9oeJ
— ANI (@ANI) May 21, 2023
SBIએ 2000ની ચલણી નોટને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. SBIએ પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઇ પણ વ્યક્તિએ પ્રુફ આપવું પડશે નહીં કે કોઇ ફોર્મ ભરવું પડશે નહીં. 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ એક સાથે સરળતાથી બદલી શકાશે. 23 મે 2023થી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. જેના માટે કોઈ ફોર્મ ભરવાની જરુર રહેતી નથી. જો કે થાપણોને લઈને બેંકના જે પણ નિયમો છે તેનું પાલન કરવું પડશે.
જો તમારી પાસે આ નોટો હોય તો તરત શું કરવું જોઈએ?
સરળ જવાબ છે કે, હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે, આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. એટલે કે, આ નોટને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. પરંતુ એ વાત સાચી છે કે જો તમારી પાસે આ નોટો છે તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો લો.
નોટો બદલવા માટે પૂરો સમય મળશે
જાહેર છે કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.
RBIએ શું કહ્યું?
30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.
RBI એ શુ કરી હતી જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર બની રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આ નોટ કેટલા પ્રમાણમાં બદલી શકાશે અને કેટલા સમયગાળા દરમિયાન તેને ચલણી રહેશે તેને લઈને પણ સ્પષ્ટીકરણ આપ્યું છે. RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે.