શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Sensex India: ભારતીય શેર માર્કેટમાં 485 પોઈન્ટનો મોટો કડાકો, જાણો કારણ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચારી રહેલ તંગદિલીના કારણે ભારતીય શેર બજારમાં તેની અસર જોવા મળી. સેન્સેક્સમાં 484 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચારી રહેલ તંગદિલીના કારણે ભારતીય શેર બજારમાં તેની અસર જોવા મળી છે. આજે શરૂઆતી કારોબારમાં શેર માર્કેટમાં ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સમાં 484 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 145 અંક ઘટીને 12081 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 45 શેરમાં ડાઉન જોવા મળ્યાં હતાં. એસબીઆઈના શેરમાં 3%નો ઘટાડો જોવા મળ્યો. એશિયન પેઈન્ટ્સમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારૂતિ 2-2 ટકા ઘટ્યા, નેસ્લે અને ટાટા સ્ટીલમાં પણ આટલું જ નુકસાન નોંધાયું છે.
સેન્સેક્સમાં 480 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 145 અંકના કડાકા સાથે 12,077 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીના સ્મોલકૈપ અને મિડકૈપમાં 1 ટકાથી વધારેના ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો છે.
શરૂઆતના કારોબારમાં હિંડાલ્કો, BPCL, કોલ ઇન્ડિયા, રિલાયન્સ, ગેલ, આયશર મોટર્સ, SBI, એશિયન પેઇન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HDFC, ઇન્ડસઇન બેંક, ટાટા સ્ટીલ. ટાટા મોટર્સ, HDFC બેંક, જેએસડબલ્યૂ સ્ટીલ, લાર્સન, સન ફાર્મા અને ગ્રાસિમમાં ઘટાડા સાથે કારોબાર નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion