SIP Vs RD: 5 વર્ષ માટે 5,000 ની RD કરાવવી કે SIP ? જાણો બંનેમાં કેટલું મળશે રિટર્ન
SIP અને RD આ બંને એવી યોજનાઓ છે જેમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી શકો છો અને તમારા માટે સારી બચત કરી શકો છો. જો કે, લોકો નફાના સંદર્ભમાં SIPને વધુ સારી માને છે.
SIP અને RD આ બંને એવી યોજનાઓ છે જેમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી શકો છો અને તમારા માટે સારી બચત કરી શકો છો. જો કે, લોકો નફાના સંદર્ભમાં SIPને વધુ સારી માને છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે અને આ યોજના બજાર સાથે જોડાયેલી છે. આ કારણે, SIPમાં વળતરની ખાતરી આપી શકાતી નથી. પરંતુ RD એક એવી સ્કીમ છે જેમાં તમે સરળતાથી જાણી શકો છો કે મેચ્યોરિટી પર તમને કેટલા પૈસા મળશે કારણ કે તમે પહેલાથી જ જાણો છો કે તમને આ સ્કીમમાં કેટલું વ્યાજ મળશે.
જે લોકો સુરક્ષિત રોકાણ પસંદ કરે છે તેઓ વારંવાર આરડી પસંદ કરે છે. જો તમે પણ રોકાણ શરૂ કરવા માંગો છો અને મૂંઝવણમાં છો કે RD અથવા SIP માં રોકાણ કરવું તો અહીં જાણો જો તમે 5,000 રૂપિયાની RD 5 વર્ષ સુધી ચલાવો છો અને જો તમે તે જ રકમની SIP શરૂ કરો છો તો તમને કેટલું વળતર મળશે.
તમને બેંક અને પોસ્ટ ઓફિસ બંનેમાં આરડીનો વિકલ્પ મળે છે. બેંકોમાં RD 1 થી 10 વર્ષ માટે કરી શકાય છે, જ્યારે પોસ્ટ ઓફિસમાં RD સ્કીમ 5 વર્ષ માટે છે. જો તમે પોસ્ટ ઓફિસ આરડીમાં 5 વર્ષ માટે 5,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 6.7%ના દરે વ્યાજ મળશે. તમે 5 વર્ષમાં 3,00,000 રૂપિયાનું રોકાણ કરશો અને 6.7 ટકાના દરે તમને 56,830 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે તમને 5 વર્ષ પછી 3,56,830 રૂપિયા મળશે.
SIPમાં રોકાણની ખાતરી આપવામાં આવતી નથી, પરંતુ નિષ્ણાંતો તેનું સરેરાશ વળતર 12 ટકા માને છે. ચક્રવૃદ્ધિને કારણે આ રકમ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં, જો તમે 5 વર્ષ માટે 5000 રૂપિયાની SIP શરૂ કરો છો, તો 3 લાખ રૂપિયાના રોકાણ પર તમને 12 ટકાના દરે 1,12,432 રૂપિયાનું વ્યાજ મળશે અને 5 વર્ષ પછી તમને 4,12,432 રૂપિયા મળશે. જો જોવામાં આવે તો, તે આરડીની સરખામણીમાં બમણું છે. જ્યારે રિટર્ન 12 ટકાથી વધુ હોય તો રિટર્ન બમણાથી વધુ હોઈ શકે છે.
સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) આજની તારીખમાં આ લોકો માટે એક ઇનવેસ્ટ કે રિટાયરમેન્ટથી લઈને ફ્યુચર પ્લાન સુધી એક સર્વ શ્રેષ્ઠ વિકલ્પ બની છે. જો તમે ઈચ્છો છો કે તમારી SIP તમારા કેલ્ક્યુલેશન પ્રમાણે રિઝલ્ટ આપે, તો તમારે તે સમજવું પડશે કે આગળના 20-25 વર્ષમાં મોંઘવારી સિવાય તમારા ઇન્વેસ્ટમેન્ટમાં કઈ-કઈ પરેશાની આવશે. SIPમાં મનપસંદ રિઝલ્ટ કરતાં વધારે મહત્વ શેયર બજારની ચાલનું હોય છે.
જો તમે ઈચ્છો છો કે તમારું રોકાણ ફ્યુચરમાં તમારો સાથ આપે છે તો સૌથી મોટી શીખ એ છે કે તમારે તમારો પોર્ટફોલિયો ડાયવર્સીફાઈ કરવો જોઈએ. એટલું જ નહીં જો તમે SIPમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો તમારી પાસે વિવિધ પ્રકારના ફંડ હોવા જોઈએ, જે તમારા ઇન્વેસ્ટમેન્ટને બેલેન્સ કરે.
135 દિવસથી સતત આ શેરમાં લાગી રહી છે અપર સર્કિટ, એક વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા છ કરોડ