શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું બંધ થવાની છે BSNL? સરકાર તરફથી આવ્યો આ જવાબ
થોડા દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, ફાઈનાન્સ મિનિસ્ટરે આર્થિક સંકટનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએનલને બંધ કરવાની લાહ આપી છે.
નવી દિલ્હીઃ થોડા દિવસથી સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએલ બંધ કરવાની ચર્ચા ચાલી રહી છે. હવે આ અહેવાને ટેલીકોમ વિભાગે અફગા ગણાવ્યા છે. ટેલીકોમ વિભાગના ટોચના અધિકારી અંશુ પ્રકાશે જણાવ્યું કે, નાણા મંત્રાલય સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલને બંધ કરવાના પક્ષમાં નથી. અંશુ પ્રકાશે કહ્યું કે, આ જાણકારી પાયાવિહોણી છે.
થોડા દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, ફાઈનાન્સ મિનિસ્ટરે આર્થિક સંકટનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએનલને બંધ કરવાની લાહ આપી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશન્સે બન્ને કંપનીમાં ભારે ભરખમ રકમનું રોકાણ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ નાણાં મંત્રીએ તેને ફગાવી દીધો હતો. તેની સાથે જ બીએસએનએલને બંધ કરવાની સલાહ આપવામાં આવી. આ જ કારણ છે કે, ટેલીકોમ વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
જણાવીએ કે, ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે જુલાઈમાં બીએસએનએલ અને એમટીએનએલને ફરી ઉભી કરવા માટે પ્રસ્તાવિત પેકેજને મંજૂરી આપી હતી. જોકે, બાદમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ આ પ્રસ્તાવ પર 80થી વધારે વાંધા ઉઠાવ્યા હતા. આ ગ્રુપમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ટેલીકોમ મંત્રી રવિસંકર પ્રસાદ પણ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion